અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ સિમ્પલ લુકમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જુઓ વીડિયો

રાધિકા મર્ચન્ટે 16 ઓક્ટોમ્બરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તે બ્લેક એન્ડ પોલ્કા ડોટ ડ્રેસમાં જોવા મળી હતી. મિનિમલ જ્વેલરી,નેચરલ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલે લુકને ખાસ બનાવ્યો હતો.

અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ સિમ્પલ લુકમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જુઓ વીડિયો
Image Credit source: PTI
| Updated on: Oct 21, 2026 | 1:48 PM

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે 16 ઓક્ટોમ્બરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં રાધિકા પોતાના સ્ટાફની સાથે કેક કટ કરતી જોવા મળી રહી છે. આ વચ્ચે બધાનું ધ્યાન જેના પર પડ્યું તે હતું. રાધિકાનું આઉટફિટ. ફેશન પસંદ કરનારા લોકો તેને બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડોટ ડ્રેસની ચર્ચા કરી રહ્યા છે. રાધિકા મર્ચન્ટની આ સાદગી અને ક્લાસિક ફેશન ખુબ સુંદર લાગી રહી છે.

રાધિકા મર્ચન્ટે પોતાના જન્મદિવસ માટે બ્લેક એન્ડ વ્હાઈટ રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં પોલ્કા ડોટ પેટર્ન સાથે વ્હાઈટ લેસની સુંદર ડિઝાઈન કરવામાં આવી હતી. જે ડ્રેસને ખાસ લુક આપે છે. સ્લીવલેસ ડિઝાઈન અને નેકલાઈન વાળા આ ડ્રેસમાં પાતળી સ્ટ્રૈપ્સ પણ જોવા મળી હતી. જે આની સ્ટાઈલને આકર્ષક બનાવી રહી છે. રાધિકાનો આ અંદાજ દેખાડે છે કે, ખાસ દિવસ પર સ્ટાઈલિશ દેખાવાની જરુર નથી.

 

 

 

અંબાણી પરિવારની નાની વહુ છે રાધિકા

રાધિકા મર્ચન્ટ દેશના અગ્રણી બિઝનેસ પરિવારોમાંના એક મર્ચન્ટ પરિવારની છે. તે વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકાના લગ્ન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે થયા છે. 2024માં તેમના લગ્ન ખૂબ જ ચર્ચિત રહ્યા હતા. જેમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી.

રાધિકા મર્ચન્ટ એક પ્રશિક્ષિત ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે. તે વ્યવસાય ક્ષેત્રમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે. તે એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે અને તેના માતાપિતા સાથે કંપનીના સંચાલન અને વિકાસમાં ફાળો આપે છે. તાજેતરમાં, અનંત અને રાધિકા નવરાત્રી ઉત્સવમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીના વેવાઈ પણ છે કરોડપતિ, પરિવારની નાની વહુ કરોડોની માલિકન છતાં જીવે છે સાદું જીવન અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.