Ahmedabad : અમદાવાદના મણિનગરમાં આવેલા એક સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી (balcony collapsed) થયો છે. જેના પગલે કાટમાળ નીચે અનેક લોકો ફસાઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અત્યાર સુધીમાં ફસાયેલા નીચેથી 30 લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે.
અમદાવાદના મણિનગરમાં ઉત્તમ નગર બગીચા પાસે સલ્મ કવાટર્સ આવેલા છે. આ આવાસો લગભગ 58 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે AMC દ્વારા અનેક વાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જો કે અંતે આ દુર્ઘટના ઘટી છે.
આ પણ વાંચો-Monsoon 2023 : નવસારીમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય, જુઓ Video
મણિનગરમાં આવેલા આ સ્લમ ક્વાર્ટસમાં 8 બ્લોક છે. જેમાં 256 મકાન આવેલા છે. આ તમામ ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત છે. ત્યારે આવાસમાં બે બાલ્કનીના ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડી ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. જે પછી ફસાયેલા 30 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
ઘટના બન્યા બાદ ધરાશાયી થયેલા કાટમાળનો ભાગ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે જ મકાનોનો અન્ય જર્જરિત ભાગ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઘટનાના મુખ્ય સાક્ષી એવા અજીતસિંહ ની વાત માનીએ તો તેઓએ તેમના પતિને દૂધ લેવા માટે બહાર મોકલ્યા અને પોતે હજુ બાલ્કનીમાંથી પોતાના ઘરમાં એક પગ મૂકે છે અને પાછું વળીને જુએ છે કે તરત જ બાલ્કની પડે છે અને તેમનો જીવ બચે છે. જે ઘટના બનતા બે માળની બાલ્કની તૂટીને ધારાસાઇ થતા અન્ય મકાનમાં રહેલા 30 જેટલા લોકો ફસાય છે. મકાનમાં ફસાયેલા 30 લોકોનું બારી મારફતે સીડી મૂકીને રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લેવામાં આવ્યા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:04 am, Thu, 29 June 23