Breaking News : ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ 100 સુધી પહોંચવાની આશંકા, જુઓ Video

કેમ મોંઘી થઈ ‘કસ્તુરી’ ? તે હાલમાં એક સવાલ થઈ રહ્યો છે.આ વર્ષે ડુંગળીનો શિયાળુ પાક નબળો રહ્યો છે.એપ્રિલમાં થયેલ કમોસમી વરસાદથી ડુંગળીના પાકને નુકસાન પહોંચાડ્યું હતુ. વરસાદ ખેંચાતા ચોમાસું ડુંગળી માટેની વાવણીમાં વિલંબ થયો છે. ભાવ નિયંત્રણમાં લેવા સરકારે બફર સ્ટોકની ડુંગળી વેચવાનો નિર્ણય લીધો છે.

Breaking News : ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ 100 સુધી પહોંચવાની આશંકા, જુઓ Video
Image Credit source: AI
| Edited By: | Updated on: Aug 25, 2026 | 1:50 PM

દેશભરમાં પહેલા પેટ્રોલ, ડિઝલ , ખાંડ બાદ  ડુંગળીની કિંમતમાં 17 ટકા વધ્યો છે.આગામી તહેવારોની મોસમને કારણે દેશભરના બજારોમાં ડુંગળીની માંગમાં અચાનક વધારો થયો છે. ખાંડ બાદ ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. છૂટક બજારમાં ભાવ પ્રતિ કિલો 70 સુધી પહોંચ્યા છે.

બે અઠવાડિયામાં જ ભાવ 15થી 20 સુધી વધ્યા છે. થોડા દિવસો પછી જન્માષ્ટમી, સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે. ત્યારે તહેવાર પહેલાં ભાવ વધતા પરિવારોનું બજેટ ખોરવાયું છે. કમોસમી વરસાદ, ભેજના લીધે ડુંગળીના પાકમાં ઘટાડો થયો છે. જો સ્થિતિ ન સુધરે તો ભાવ 100 સુધી પહોંચવાની આશંકા છે.

કેમ ડુંગળીના ભાવમાં થયો

હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ રૂપિયા 21થી વધીને 35 સુધી પહોંચી ગયા છે. તો દિલ્લી, ચેન્નઈ, કોલકાતા જેવા શહેરોમાં એક કિલો ડુંગળીનો ભાવ 65 થી 70 રૂપિયા સુધી પહોંચી જતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ગત વર્ષે આવા જ સમયગાળાની આસપાસ એક કિલો ડુંગળીનો ભાવ 27 રૂપિયા હતો. જે અત્યારે ડબલથી પણ વધુ છે. મળતી વિગતો અનુસાર કમોસમી વરસાદ અને ભેજને લીધે આ વખતે ડુંગળીના પાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. અને તેની જ અસર હાલ વર્તાઈ રહી છે. દાવો છે કે જો સ્થિતિ નહીં સુધરે તો ભાવ 80 થી 100 રૂપિયે પ્રતિ કિલો પહોંચવાની શક્યતા છે. સવાલ એ છે કે, કેમ ડુંગળીના ભાવમાં થયો છે આ તોતિંગ વધારો ?

 

 

Breaking News : ગુજરાતમાં ઘટ્યો ખાંડનો ભાવ! હોલસેલ બજારમાં ભાવ ₹70થી ઘટીને ₹55-60 થયા અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.