Breaking News : ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

| Edited By: | Updated on: Jan 23, 2026 | 4:17 PM

કેન્દ્ર સરકારના હવામાન વિભાગે, ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાના સંકટથી મોટી રાહત આપતી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે.

ગુજરાતના ખેડૂતો ખુશ થાય તેવા સમાચાર ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યાં છે. ગઈકાલે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે એ આગાહીથી વિરુદ્ધ  હવે ગુજરાતમાં કમોસમી વરસાદ નહીં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આ આગાહીને પગલે, ગુજરાતના લખ્ખો ખેડૂતોએ રહાતનો શ્વાસ લીધો છે.

કેન્દ્ર સરકારના હવામાન વિભાગે, ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાના સંકટથી મોટી રાહત આપતી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે. રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે રાજસ્થાન તરફ રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી, ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં નોંધાઈ રહેલ લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે, જેથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનો જોર વધુ વધશે.

બે દિવસ દરમિયાન કાતિલ ઠંડીનો અનુભવ થશે. 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે. ઠંડી અને હળવી ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળશે, પરંતુ માવઠાનું જોખમ ટળી ગયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી