Breaking News: મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, મહાશિવરાત્રીના પાવન પર્વે કર્યા દેવાધિદેવના દર્શન

|

Feb 18, 2023 | 4:11 PM

દેશના જાણીતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવારમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મૂકેશ અંબાણીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.

Breaking News: મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, મહાશિવરાત્રીના પાવન પર્વે કર્યા દેવાધિદેવના દર્શન

Follow us on

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શિવરાત્રીના તહેવારમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીના આગમનને પગલે મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. મુકેશ અંબાણીની સાથે સાથે  આકાશ અંબાણી પણ સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણી તેમજ  આકાશ અંબાણીએ  સોમનઆથ મહાદેવના  દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

મહા શિવરાત્રીના પર્વે  સોમનાથ ખાતે ઉમટ્યા ભાવિકો

મહા શિવરાત્રીના તહેવારમાં  દર્શન કરવા માટે દૂર દૂરથી  ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા.  આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની  ખાસ વ્યવસ્થા ઉભી  કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોની સાથે સાથે આજે  રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

 

સોમનાથ ખાતે આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને  તારીખ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

ભજન અને ગરબા તથા ડાયરાની રમઝટ જામશે

આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા 225થી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર  બ્રીજરાજદાન ગઢવી,  હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તીની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે 8-૦૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇની દેખરેખમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા અને આયોજન ગોઠવવામાં આવ્યું છે.

 

 

Published On - 3:24 pm, Sat, 18 February 23

Next Article