
રાજ્યના 18 જિલ્લાઓમાં યુદ્ધની મોકડ્રીલ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મોકડ્રીલ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત મુદ્દાઓ અને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાત કરશે. વિવિધ વિસ્તારમાંથી આવતા ઈનપુટ પર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સિવિલ ડિફેન્સ, મહેસૂલ વિભાગ તથા ગૃહ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. સાંજે સાંજે 7.30 કલાકથી તબક્કાવાર અંધારપટ છવાશે. સાંજે 7.30 થી 8 કલાક સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં બ્લેક આઉટ કરવામાં આવશે. રાત્રે 8 થી 8.30 સુધી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં બ્લેકઆઉટની સ્થિતિ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં રાતે 8.30 થી 9 બ્લેકઆઉટ રહેશે.
જુઓ Video
મોકડ્રીલ દરમિયાન ઍર સ્ટ્રાઈક/ હવાઈ હુમલાની ચેતવણી દેનારી સાયરન વગાડવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં આ એલાર્મ સિસ્ટમ લોકોને હવાઈ હુમલા માટે સાવચેત કરે છે. જેથી લોકો સલામત સ્થળે પહોંચી જાય.
નાગરિકો માટે સ્કૂલ, ઓફ્સ અને કોમ્યુનિટી સેન્ટર્સમાં વર્કશોપ આયોજિત કરવામાં આવશે. અહીં શીખવવામાં આવશે કે હુમલા દરમિયાન શું કરવુ. પ્રાથમિક સારવાર આપવી અને તણાવની સ્થિતિમં શાંત રહેવુ, ‘ડ્રોપ એન્ડ કવર’ ટેકનિક, (જમીન પર એકદમ ઝુકીને સંતાઈ જાઓ અને કાન પર હાથ મુકી દો) નજીકના શેલ્ટરની શોધ કરવી.
દેશમાં અચાનક બ્લેકઆઉટની પ્રેકટિસ કરવામાં આવશે. તેમા વીજળીનો પૂરવઠો બંદ કરી દેવામાં આવશે. પ્રકાશ આપતા તમામ ઉપકરણ બંધ કરી દેવામાં આવશે, જેથી હવાઈ હુમલા દરમિયાન દુશ્મન દેશની નજરથી બચી શકાય. 1971માં બાગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ક્રેશ બ્લેકઆઉટનું મોટા પ્રમાણમાં પાલન કરવામાં આવ્યુ હતુ.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:10 pm, Wed, 7 May 25