Breaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો

શહેરમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા વાસણા બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે.

Breaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો
| Updated on: Sep 14, 2026 | 3:28 PM
અમદાવાદ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે. માત્ર છ કલાકમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

છ કલાકમાં સૌથી વધુ વરસાદ વટવા વિસ્તારમાં 4.37 ઈંચ નોંધાયો છે. જ્યારે લાંભામાં 4.21 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બોપાલ, રામોલ, જોધપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં 6 કલાકમાં સૌથી વધુ વરસાદ ધરાવતા વિસ્તાર

વિસ્તાર વરસાદ
વટવા 4.37 ઈંચ
લાંભા 4.21 ઈંચ
બોપાલ 3.44 ઈંચ
રામોલ 3.37 ઈંચ
જોધપુર ઝોનલ 3.37 ઈંચ
સરખેજ 3.29 ઈંચ
જોધપુર 3.21 ઈંચ
દૂધેશ્વર 3.05 ઈંચ
મણિનગર 3.01 ઈંચ
વાસણા 2.91 ઈંચ

નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

ભારે વરસાદના પગલે વાસણા બેરેજની સપાટી 128.25 ફૂટ સુધી પહોંચી છે. પાણીના વધતા જથ્થાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે વાસણા બેરેજના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી હાલ 9,978 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

અમદાવાદમાં સિઝનનો વરસાદ 29.17 ઈંચ

આ વરસાદ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 29.17 ઈંચ એટલે કે 740.82 મિમી સુધી પહોંચી ગયો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં શહેરમાં 5 વર્ષની સરેરાશના 81.03 ટકા વરસાદ નોંધાયો છે. આજે સવારે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં જ વરસાદનો મોટો જથ્થો નોંધાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Published On - 2:14 pm, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.