Breaking News : ગુજરાતમાં 12 માર્ચ સુધી રહેશે હીટવેવ, રાજકોટમાં 42 ડિગ્રીએ પહોંચ્યો પારો

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 10 અને 11 માર્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. 12 માર્ચે પણ કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે.

Breaking News : ગુજરાતમાં 12 માર્ચ સુધી રહેશે હીટવેવ, રાજકોટમાં 42 ડિગ્રીએ પહોંચ્યો પારો
| Edited By: | Updated on: Mar 10, 2026 | 6:39 PM

ગુજરાતમાં ગરમીનું મોજૂ ફરી વળ્યું છે. હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર રાજ્યમાં હીટવેવ રહેવા પામ્યું છે. આજે ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 42 ડિગ્રી નોંધાઈ છે. જે સામાન્ય તાપમાન કરતા 7.7 ડિગ્રી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ, વડોદરા, ડીસા, ભૂજમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે.

આજે 10 માર્ચને મંગળવારના રોજ, અમદાવાદમાં 41.4 ડિગ્રી, અમરેલીમાં 40. 3 ડિગ્રી, વડોદરામાં 41 ડ઼િગ્રી, ભાવનગરમાં 39.6 ડિગ્રી, ભૂજમાં 41 ડિગ્રી, ડિસામાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, સુરતમાં 40.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગઈકાલ 9 માર્ચના રોજ પણ ગુજરાતના અનેક શહેરોમાં સામાન્ય કરતા 4 થી 9 ડિગ્રી સુધી વધુ ગરમી નોંધાઈ હતી. આજે 10 માર્ચના રોજ, અમદાવાદમાં સામાન્ય કરતા 7.2 ડિગ્રી, અમરેલીમાં 5.3 ડિગ્રી, વડોદરામાં 5.8 ડિગ્રી, ભાવનગરમાં 6.1 ડિગ્રી, ભૂજમાં 7 ડિગ્રી, ડીસામાં 7.3 ડિગ્રી, ગાંધીનગરમાં 6.7 ડિગ્રી, રાજકોટમાં 7.7 ડિગ્રી અને સુરતમાં 5.7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ગત 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમી નોંધાઈ હતી. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રાજ્યનું સર્વોચ્ચ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 9 ડિગ્રી વધુ નોંધાયું છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 10 અને 11 માર્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. 12 માર્ચે પણ કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં 10થી 13 માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે લોકોમાં ઉકળાટ જેવી સ્થિતિ અનુભવાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ત્યારબાદ દિવસના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત અને નજીકના ઉત્તર ગુજરાતમાં પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10થી 15 માર્ચ સુધી માછીમારોને દરિયામાં ના જવાની સલાહ આપવામાં આવી છે.

તાપમાનમાં સતત વધારો થવાને કારણે હવામાન વિભાગે લોકોને બપોરના સમયમાં જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

ઈરાન ઈઝરાયેલ યુએસએ યુદ્ધની આડ અસર, સાણંદ જીઆઈડીસીમાં ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસ પર લાદવામાં આવ્યો 50 ટકા કાપ

Published On - 6:29 pm, Tue, 10 March 26