AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણ પલટાયું , બે સ્થળોએ વીજળી પડવાથી બે લોકોનાં મોત

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણ બદલાયું છે. જેમાં અનેક જિલ્લાઓમાં ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું છે. તેમજ શનિવારે બે સ્થળોએ વીજળી પડવાથી બે લોકોનાં મોત થયા છે.. જેમાં ભાવનગર અને ભુજમાં બે સ્થળોએ વીજળી પડવાથી બે વ્યક્તિના મોત થયા છે.

Breaking News : ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણ પલટાયું , બે સ્થળોએ વીજળી પડવાથી બે લોકોનાં મોત
Gujarat Death
| Updated on: Apr 29, 2023 | 8:17 PM
Share

ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આ દરમ્યાન અનેક જિલ્લાઓમાં પડી રહેલા વરસાદ વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગર અને ભુજમાં બે સ્થળોએ વીજળી પડવાથી બે વ્યક્તિના મોત થયા છે. જેમાં પ્રથમ ઘટનામાં ભાવનગર શહેરમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા યુવાન આકાશ મકવાણાનું વીજળી પડતા મોત નિપજ્યું છે. આ ઉપરાંત બીજી ઘટનામાં ભુજ તાલુકાના લાખોંદ ગામે વીજળી પડવાથી એકનું મોત થયું છે. આ યુવક ઝાડ નીચે ઉભો હતો તે દરમ્યાન વીજળી પડી હતી.

ભરઉનાળે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા કમોસમી વરસાદની ચપેટમાં આવી ગયા છે.. જે દિવસોમાં સૂર્યનારાણ દેવ પોતાનો પ્રકોપ વરસાવતા હોય છે તે દિવસોમાં કાળા વાદળો આકાશ ખૂંદી રહ્યા છે..

ગુજરાતના 13  જિલ્લાના  60થી વધુ તાલુકા માવઠાની ચપેટમાં આવી ગયા

જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાતના 13 જિલ્લના 60થી વધુ તાલુકા માવઠાની ચપેટમાં આવી ગયાછે જેથી ખેડૂતોનો ઉભો પાક ધરાશાયી થઈ ગયો છે.. બીજી તરપ બાગાયતી ખેતીને પણ ભારે નુકસાન થયું છે. સર્વેની કામગીરીમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂતોને સહાય મળવાની જાહેરાત રાજ્ય સરકાર થોડા જ દિવસોમાં કરી શકે છે.

જામનગરના લાલપુરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જામનગરના લાલપુરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ખેતરોમાં પાણી ભરાતા પશુના ઘાસચારા અને બાજરીને નુકસાન થયું.મોરબીમાં સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે શનાળા રોડ, રવાપર રોડ, સો-ઓરડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો.

દેવભૂમિ દ્વારકાના ભાણવડના ગુંદા ગામમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી ભરાયા..રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદે તારાજી સર્જી.ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળી પલળ્યા હતા.તો બોટાદના ગઢડા અને બરવાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રના જ અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો.જૂનાગઢના કેશોદ, માળિયા મિયાણા, માંગરોળ અને મેંદરડામાં એક ઈંચ વરસાદ ખાબકયો હતો.તો રાજકોટના યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો..અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો..અનિડા, ખીજડિયા, દેવળકી, બરવાળા, બાવળ સહિતના ગામોમાં વરસાદથી વીજળી ગુલ થઈ ગઈ.રાજકોટના જસદણના આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.તલ, મગ, અડદ સહિતના ઉનાળુ પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં પણ મેઘરાજાની કહેર જવા મળી

તો બીજી તરફ સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં પણ મેઘરાજાની કહેર જવા મળી ભરૂચની વાત કરીએ તો ભરૂચના ઝઘડીયા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભારે પવનની સાથે વરસાદ વરસતા અહીં ખેડૂતો ચિંતિત છે.કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભુજ, માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.નાની ખાખર, ત્રગડી, ગુંદયાળી મસ્કા સહિતના ગામોમાં વરસાદ તારાજી સર્જી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">