Breaking News : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ₹14 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટ કરી પરત, બંને પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું !

ગુજરાત યુનિવર્સિટના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. નિરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટીને રૂ. 14 કરોડથી વધુની રકમ પરત કરી હોવાની માહિતી મળી છે.

Breaking News : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ₹14 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટ કરી પરત, બંને પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું !
Neerja Gupta
| Updated on: Sep 23, 2026 | 3:39 PM

ગુજરાત યુનિવર્સિટના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. નિરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટીને રૂ. 14 કરોડથી વધુની રકમ પરત કરી હોવાની માહિતી મળી છે. આ રકમ PMJVK અને બ્રેન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી અને અત્યાર સુધી વણવપરાયેલી ગ્રાન્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે.

સુત્રો અનુસાર, નિરજા ગુપ્તાએ PMJVK અને બ્રેન મેપિંગ પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) તરીકે પણ રાજીનામું આપી દીધું છે. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તે બંને પ્રોજેક્ટમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે સક્રિય હતી.

સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે

આ મામલે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ ડી. એમ. વ્યાસની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે. સમિતિને નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ, સત્તાના કથિત દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટ સાથે જોડાયેલા આક્ષેપોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ આક્ષેપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સુત્રો અનુસાર, નિરજા ગુપ્તાએ એક બંધ કવરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રૂ. 14 કરોડથી વધુની રકમ પરત મોકલી છે. જણાવાઈ રહ્યું છે કે આ રકમ કેન્દ્ર સરકારના બે અલગ-અલગ પ્રોજેક્ટ હેઠળ પ્રાપ્ત થયેલી અને વણવપરાયેલી ગ્રાન્ટની રકમ છે.

નિરજા ગુપ્તા સામે વિવિધ મુદ્દાઓને લઈને તપાસ

મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પરત કરવામાં આવેલી રકમને તેના વિરુદ્ધ થયેલા અન્ય આક્ષેપો અંગેની કથિત વસૂલાત તરીકે જોવી યોગ્ય નથી. સુત્રો અનુસાર, આ રકમ પ્રોજેક્ટ હેઠળ મળેલી અને વણવપરાયેલી ગ્રાન્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે.

નિરજા ગુપ્તા સામે વિવિધ મુદ્દાઓને લઈને તપાસ ચાલી રહી છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય અનિયમિતતાઓ અને સરકારી ભંડોળના કથિત દુરુપયોગ અંગે તપાસની માંગ કરવામાં આવી હતી. PMJVK ગ્રાન્ટ અંગે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

14 કરોડથી વધુની વણવપરાયેલી ગ્રાન્ટ યુનિવર્સિટીને પરત

નિરજા ગુપ્તાએ બંને પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું હોવાની અને રૂ. 14 કરોડથી વધુની વણવપરાયેલી ગ્રાન્ટ યુનિવર્સિટીને પરત કરી હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ આક્ષેપોની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.

આ પણ વાંચો, Breaking News : રાજકોટ ડેપ્યુટી મેયરના સરકારી આવાસ મામલે નવો વળાંક, સામે આવેલા સોગંદનામાએ ઊભા કર્યા અનેક રહસ્યમય સવાલો !

Follow Us
Loading...
Unable to load recommendations.