Breaking News: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો રહ્યો કોરોધાકોર, 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો ક્યાં કેટલો ઓછો વરસાદ

ચોમાસાની શરુઆતના વરસાદે જ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યા હતા. ગુજરાતના અનેક જિલ્લામાં 10થી 15 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જો કે હવે એ જ મેઘરાજા ગુજરાતથી રિસાયા હોય એવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનો વરસાદની દૃષ્ટિએ કોરોધાકોર રહ્યો છે. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડ્યો છે.

Breaking News: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો રહ્યો કોરોધાકોર, 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો ક્યાં કેટલો ઓછો વરસાદ
| Edited By: | Updated on: Aug 31, 2026 | 9:34 AM

ચોમાસાની શરુઆતના વરસાદે જ ગુજરાતમાં ભુક્કા બોલાવ્યા હતા. ગુજરાતના અનેક જિલ્લામાં 10થી 15 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જો કે હવે એ જ મેઘરાજા ગુજરાતથી રિસાયા હોય એવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનો વરસાદની દૃષ્ટિએ કોરોધાકોર રહ્યો છે. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઓગસ્ટ માસ દરમિયાન સરેરાશ માત્ર 3.80 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઓગસ્ટ સુધીમાં 75.30 ટકા વરસાદ

રાજ્યમાં ઓગસ્ટ મહિનો પૂર્ણ થતાં સિઝનનો સરેરાશ વરસાદ 75.30 ટકા નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીનો વરસાદ સૌથી ઓછો રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ગત વર્ષે ઓગસ્ટમાં 31.21 ઈંચ વરસાદ

ગત વર્ષની સરખામણી કરીએ તો ઓગસ્ટ 2025માં ગુજરાતમાં સરેરાશ 31.21 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગત વર્ષે ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 89.92 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ચાલુ વર્ષે વરસાદની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

કેટલા તાલુકામાં કેટલો વરસાદ?

રાજ્યના તાલુકાવાર વરસાદના આંકડા પ્રમાણે 3 તાલુકામાં 2 ઈંચથી ઓછો, જ્યારે 7 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ 14 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ પડ્યો છે.

116 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ

ગુજરાતના સૌથી વધુ 116 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 91 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ પડ્યો છે.

37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ

રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે અને ઓગસ્ટમાં વરસાદનું જોર ઘટતાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સૌની નજર રહેશે.

મહત્વનું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી છે. વેલમાર્ક લો પ્રેશર, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે, જ્યારે 3 અને 4 સપ્ટેમ્બરે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો- પેકેટ ખોલતા પહેલા સાવધાન! હવે ચિપ્સ-કોલ્ડ ડ્રિન્ક્સ પર દેખાશે લાલ ચેતવણી? FSSAI નો મોટો નિર્ણય

Published On - 8:33 am, Mon, 31 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.