ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 27 એપ્રિલના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1502 થઇ છે. જેમાં અમદાવાદમાં 74, વડોદરામાં 27, સુરતમાં 17, સુરત ગ્રામ્યમાં 10, વલસાડમાં 06, આણંદમાં 05, ભરૂચમાં 05, મહેસાણામાં 05, સાબરકાંઠામાં 05,ગાંધીનગરમાં 04, મોરબીમાં 04, વડોદરા ગ્રામ્યમાં 04, બનાસકાંઠામાં 03, નવસારીમાં 03, પાટણમાં 03, અમરેલીમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01, અરવલ્લીમાં 01, દાહોદમાં 01, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 01, પોરબંદરમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 186 દર્દીઓ સાજા થયા છે.
New 186 #Covid19 cases reported in #Gujarat ; active cases tally reaches 1502#GujaratCoronaUpdate #CoronaUpdate #TV9News pic.twitter.com/M2T3SVZN9t
— Tv9 Gujarati (@tv9gujarati) April 27, 2023
પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:08 pm, Thu, 27 April 23