Breaking News : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યો, અનુજ પટેલ કેડી હોસ્પિટલમાં દાખલ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેમને સારવાર માટે કેડી હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમ્યાન સીએમ સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેમને સારવાર માટે કેડી હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમ્યાન સીએમ સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
આ અંગે કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે સત્તાવાર નિવેદનના જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે 2. 45 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને નિષ્ણાત ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
જાણો .. બ્રેઈન સ્ટ્રોકની બીમારી શું છે અને તેના લક્ષણો શું છે ?
દેશમાં દર વર્ષે 18 લાખ લોકો બ્રેઈન સ્ટ્રોક નો શિકાર બને છે. લગભગ 30 ટકા લોકો તેનાથી મૃત્યુ પામે છે. માહિતીના અભાવ અને હોસ્પિટલમાં પહોંચવામાં વિલંબ એ સ્ટ્રોકથી મૃત્યુનું મુખ્ય કારણ છે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્ટ્રોકના લક્ષણો શરીરમાં દેખાય કે તરત જ તાત્કાલિક સારવારની જરૂર છે.
સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો
શરીરમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણમાં ઘટાડો થવાને કારણે મગજમાં હાજર નર્વ્સ નબળી થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક પણ આવે છે. સ્ટ્રોક બે પ્રકારના હોય છે. પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેઈન હેમરેજ છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે. દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી. તેની જીભ લથડવા લાગે છે. આંખો સામે અંધારા આવે છે, શરીરના હાથ-પગ સુન્ન થવા લાગે છે.
સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. કારણ કે સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે. જો આમા થોડો વિલંબ દર્દીના જીવનને જોખમમાં મૂકી શકે છે. સ્ટ્રોકના કિસ્સામાં, પ્રથમ ત્રણથી ચાર કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જોવા મળે છે કે મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલે મોડેથી પહોંચે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…