Breaking News : ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતમાં શરૂ થશે નારી અદાલત, મહિલા સરપંચોના નેતૃત્વમાં મળશે ઝડપી ન્યાય ?

ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને સ્થાનિક સ્તરે ન્યાય અને ફરિયાદોના નિવારણની સુવિધા મળી રહે તે માટે નારી ને ન્યાય પહેલનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

Breaking News : ગુજરાતની 10 આદિવાસી ગ્રામ પંચાયતમાં શરૂ થશે નારી અદાલત, મહિલા સરપંચોના નેતૃત્વમાં મળશે ઝડપી ન્યાય ?
Nari Adalat
Image Credit source: AI Generated
| Updated on: Sep 23, 2026 | 11:46 AM

ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને સ્થાનિક સ્તરે ન્યાય અને ફરિયાદોના નિવારણની સુવિધા મળી રહે તે માટે નારી ને ન્યાય પહેલનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની મિશન શક્તિ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોની 10 ગ્રામ પંચાયતોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નારી અદાલત શરૂ કરવામાં આવશે.

કેવા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી ?

આ પહેલની ખાસ વાત એ છે કે પસંદ કરવામાં આવેલી તમામ 10 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. આથી સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા અને મહિલાઓ માટેના ફરિયાદ નિવારણ મંચને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને ચિકદા, દાહોદની સીંગવડ, લીમડી અને કાળિયા, મહીસાગરની કોઠંબા, છોટાઉદેપુરની કડવાલ, વાવ-થરાદની રાધાનેસડા, અરવલ્લીની શામળપુર અને બનાસકાંઠાની જલોડા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે.

હાલમાં ગુજરાતમાં આશરે 270 નારી અદાલતો કાર્યરત

ગુજરાત રાજ્ય મહિલા આયોગના પ્રસ્તાવ બાદ આ વ્યવસ્થાને ગામડાંના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નારી અદાલતની શરૂઆત રાજ્યમાં વર્ષ 2012-13 દરમિયાન જિલ્લા અને તાલુકા સ્તરેથી કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં આશરે 270 નારી અદાલતો કાર્યરત હોવાનું જણાવાયું છે. આ નારી અદાલતોમાં અત્યાર સુધીમાં મળેલા આશરે 45,000 કેસમાંથી 44,800 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલે કે 99 ટકાથી વધુ કેસમાં સમાધાન થયું છે.

અદાલતના અનુભવના આધારે ભવિષ્યમાં વ્યવસ્થાનો વ્યાપ વધશે

મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલના માર્ગદર્શન હેઠળ શરૂ થનારા આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામ્ય મહિલાઓને સ્થાનિક સ્તરે પોતાની ફરિયાદો અને સમસ્યાઓ રજૂ કરવા માટે ઝડપી અને સુલભ મંચ પૂરો પાડવાનો છે. આ 10 ગ્રામ પંચાયતોમાં નારી અદાલતના અનુભવના આધારે ભવિષ્યમાં ગુજરાતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ વ્યવસ્થાનો વ્યાપ વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો, Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન

Published On - 11:45 am, Wed, 23 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.