Breaking News : ધોરણ 12 સાયન્સનું પરીક્ષાનું ગત વર્ષ કરતા વધ્યું, 84.33 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 4 મેના રોજ સવારે 10:00 વાગ્યે જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સ અને આર્ટસનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો ચાલો જોઈએ ધોરણ 12 સાયન્સનું કેટલું પરિણામ આવ્યું છે.

Breaking News : ધોરણ 12 સાયન્સનું પરીક્ષાનું ગત વર્ષ કરતા વધ્યું,  84.33 ટકા પરિણામ જાહેર
| Edited By: | Updated on: May 04, 2026 | 11:00 AM

ધોરણ 12 સાયન્સનું 84.33 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ આવ્યું છે.સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતા 1 ટકા પરિણામ ઓછું આવ્યું છે. સાયન્સમાં ગત વર્ષ કરતા 0.82 ટકા પરિણામ વધ્યું છે.209 શાળાનોનું 100 ટકા પરિણામ આવ્યું છે.કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 98.62 ટકા પરિણામ તેમજ દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 42.98 ટકા પરિણામ છે.સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી, 94.85 ટકા પરિણામ સૌથી ઓછું 57.44 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું છે.A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576 છે. તો અમદાવાદ શહેરનું સાયન્સનું 82.86 પરિણામ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સ સૌથી વધારે અને સૌથી ઓછું પરિણામ ક્યાં આવ્યું , જાણો

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – કુંભારીયા 98.62 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – લીમડી દાહોદ – 42.98 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – 94.85 ટકા મોરબી
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 57.44 ટકા દાહોદ

 

209 સ્કૂલો 100 ટકા પરિણામ મેળવ્યું

વિધાર્થીઓ Gseb.org પર પરિણામ જોઈ શકશે, તેમજ 6357300971 વોટ્સ એપ થકી પણ પરિણામ જાણી શકાશે.ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 83.51 % જાહેર કરાયું હતું.સાયન્સ પ્રવાહમાં 1.32 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.10% કરતાં ઓછુ પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા 22 છે. તો A1 B ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 1,576 છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોના પરિણામોની ટકાવારી 85.13 ટકા છે.A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 90.79 ટકા, તેમજ બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 79.87 ટકા છે.એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 69.44 ટકા છે.આ વખતે દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 194 હતા.

પરિણામ જાહેર થતાં જ ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓ જુમી ઉઠ્યા છે.ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓ પોતાની નવી ઈનિગ્સ શરુ કરશે.

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Published On - 10:52 am, Mon, 4 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.