AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જમીન સંપાદનના વળતર માટે ખેડૂતો આંદોલનના મૂડમાં, પરવાનગી વગર ઉપવાસ ઉપર બેસવાનો પ્રયાસ કરતા અટકાયત કરાઈ

ભરૂચ જિલ્લાના હાંસોટ , અંકલેશ્વર અને આમોદમાં ખેડૂતોને ભરૂચ પહોંચતા અટકાવવા અટકાયત અને નજરકેદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ આ પગલાંને આંદોલન અવાજને દબાવી દેવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

Breaking News : જમીન સંપાદનના વળતર માટે ખેડૂતો આંદોલનના મૂડમાં, પરવાનગી વગર ઉપવાસ ઉપર બેસવાનો પ્રયાસ કરતા અટકાયત કરાઈ
| Updated on: May 23, 2023 | 12:45 PM
Share

Breaking News : ભરૂચ(Bharuch) જિલ્લામાં એક્સપ્રેસ વે(Expressway) ના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે ની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છૂક્યા હતા. આ ઉપવાસને તંત્રએ પરવાનગી આપી ન હતી તેમ છતાં ખેડૂતો ઉપવાસ ઉપર બેસવાની તૈયારીઓ શરૂ કરતા ભરૂચ જિલ્લાના હાંસોટ , અંકલેશ્વર અને આમોદમાં ખેડૂતોને ભરૂચ પહોંચતા અટકાવવા અટકાયત અને નજરકેદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ આ પગલાંને આંદોલન અવાજને દબાવી દેવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

અમારો અવાજ દબાવી દેવાય છે : નિપુલ પટેલ, ખેડૂત અગ્રણી

ખેડૂત અગ્રણી નિપુલ પટેલના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના  વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂત વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સરકાર સામે વિરોધ કરવા કલેકટર કચેરીએ પ્રતીક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસની મદદથી ખેડૂત કલેકટર કચેરી પહોંચી ન શકે તે માટે બંદોબસ્ત ખડકી દેવાયો છે.

જમીન વળતરની રકમનો વિવાદ

ભરૂચ જિલ્લાના ખેડૂત વળતરની રકમને લઈ નારાજ છે. ખેડૂતો અનુસાર તેમને ફાળવાયેલી રકમ પાડોશી જિલ્લાઓ કરતા છે. આ બાબતે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા હવે ધરતીપુત્રો આંદોલનના માર્ગે વળ્યાં છે. આગાઉ ખેડૂતોએ એક્સપ્રેસ વે નું કામ અટકાવવા પ્રયાસ કર્યો હતો જોકે તે સમયે ભરૂચ પોલીસે   ઉભી ન કરી સંલગ્ન અધિકારીઓને રજૂઆતનો માર્ગ દેખાડ્યો હતો. હવે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પ્રયાસ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ ઉપવાસ માટે ખેડૂતોએ જાહેરાત કરી  હતી. આજે ઉપવાસ માટે ખેડૂતો ઘરેથી નીકળે ત્યારે દરવાજા  બહાર પોલીસ નજરે પડી હતી.

આ પણ વાંચો : Breaking News: Bharuch: વાગરાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી સાથે તણાયા, 3 બાળકો સહિત 6 લોકોના મોત

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">