Ahmedabad Breaking News: અમદાવાદમાં નકલી IPS અધિકારી ઝડપાયો, અસલી પોલીસને જ આપતો હતો ટ્રાન્સફરની ધમકી

| Edited By: | Updated on: Jun 25, 2026 | 2:13 PM

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી લોકો અને પોલીસ કર્મચારીઓ પર રૌફ જમાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી બની ફરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ઓળખાવી લોકો અને પોલીસ કર્મચારીઓ પર રૌફ જમાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.

અસલી પોલીસ સાથે ગેરવર્તનનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો હતો અને તેમને અપશબ્દો પણ બોલતો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, તે પોતાની ખોટી ઓળખનો ઉપયોગ કરીને પોલીસ કર્મચારીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરતો હતો.

ટ્રાન્સફરની ધમકી આપતો હતો નકલી અધિકારી

તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે આરોપી પોતાને IPS અધિકારી ગણાવી પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફર કરાવી દેવાની ધમકીઓ આપતો હતો. તેની વાતચીત અને વર્તનથી શરૂઆતમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરાયા હતા, પરંતુ બાદમાં તેની ઓળખ અંગે શંકા જતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.

ફરજમાં અવરોધ ઉભો કરતાં કાર્યવાહી

પોલીસે જણાવ્યું કે આરોપી દ્વારા અસલી પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હતો. ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી અને સત્તાનો ખોટો દેખાવ કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રહલાદનગરના જોન ડેનિયલની ધરપકડ

આ કેસમાં પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા John Daniel ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ અગાઉ ક્યાં-ક્યાં નકલી IPS તરીકે ઓળખ આપી હતી, કોઈને છેતર્યા છે કે નહીં અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

વધુ તપાસ શરૂ

પોલીસ હવે આરોપીના મોબાઇલ ફોન, દસ્તાવેજો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે. સાથે જ તેણે નકલી ઓળખના આધારે કોઈ લાભ મેળવ્યો હતો કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ સામે કોંગ્રેસે કાજુકતરી સાથે વિરોધ કર્યો , જુઓ Video

Follow Us