Earthquake Breaking News : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ, ભચાઉથી 13 કિલોમીટર દુર નોંધાયુ ભૂકંપનું કેન્દ્રબિંદુ

|

Aug 01, 2023 | 11:29 AM

કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યુ છે. ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 13 કિમિ દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે.

Earthquake Breaking News : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ, ભચાઉથી 13 કિલોમીટર દુર નોંધાયુ ભૂકંપનું કેન્દ્રબિંદુ

Follow us on

Kutch : ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના (Earthquake) આચંકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાક ભૂકંપના આંચકાથી કચ્છ ધણધણ્યુ છે. કચ્છના ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યુ છે. ભચાઉમાં (bhachau) 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 13 કિમિ દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે.

આ પણ વાંચો-Banaskantha Video : દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું, પાણીનો પ્રહાર વધતા રોડ પર પડી તિરાડો

આ પહેલા 23 જુલાઇ 2023ના રોજ રાત્રે 7.29 કલાકે કચ્છના જ ભચાઉમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. તો 23 જુલાઇ 2023ના રોજ બપોરે પણ 1.19 કલાકે કચ્છના ફતેહગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધવામાં આવી હતી.

ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ભૂકંપ માપવા માટેનું માપ શું છે

રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.

ભૂકંપના રિકટર સ્કેલ અને અસર

0થી 1.9 – માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 – હળવું કંપન, 3થી 3.9 – ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 – બારીના કાચ તૂટે, 5થી 5.9 – ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 – મકાનોના પાયા હલે છે, 7થી 7.9 – મકાનો પડી શકે છે, 8થી 8.9 – પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે – સંપૂર્ણ તબાહી

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:45 am, Tue, 1 August 23

Next Article