Breaking News : Cyclone Biparjoy કચ્છના જખૌ પોર્ટથી 80 કિલોમીટર દૂર, મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે

આજે ચક્રવાત 'બિપરજોય' ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છેઆ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અહીંથી 46 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.

Breaking News : Cyclone Biparjoy કચ્છના જખૌ પોર્ટથી 80 કિલોમીટર દૂર, મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે
Cyclone Biparjoy Kutch
Follow Us:
| Updated on: Jun 15, 2023 | 6:19 PM

ગુજરાતમાં Cyclone Biparjoyના સંભવિત ખતરાને લઇને તંત્રને એલર્ટ બન્યું છે. તેમજ આજે રાત્રે બિપરજોય વાવાઝોડુ કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ થાય તેવી શકયતા છે. હાલ વાવાઝોડું કચ્છના નલિયાથી 110 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડું જખૌ પોર્ટથી 80 કિમી દૂર છે. વાવાઝોડું દ્વારકાથી 130 કિમી દૂર પાકિસ્તાનના કરાચીથી 240 કિમી દૂર છે અને હાલમાં 80 થી 100 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેમજ મિડ નાઈટ સુધી લેન્ડફોલ ની પ્રક્રિયા ચાલશે

Biparjoy વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. જેમાં વાવાઝોડુ કચ્છના જખૌ ખાતે મોડી રાત્રે ટકરાય તેવી શકયતા છે. . હાલ વાવાઝોડું જખૌથી માત્ર 120 કિમી જ દૂર છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છેઆ તોફાન સૌપ્રથમ કચ્છના દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અહીંથી 46 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ રાત્રે 9 થી 10 વાગ્યેની વચ્ચે અથડાય તેવી શકયતા છે.

વાવાઝોડાના (cyclone biporjoy) સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.

ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ધાર્મિક સ્થળો પર સતર્કતા વર્તવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિર બંધ રાખવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ છે. તો આ તરફ ચોટીલા મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ

તો બીજી તરફ વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ – અલગ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. ગુજરતમાં સૌથી વધુ પવન ચક્કીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છના માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ પણ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">