AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Cyclone Biparjoy : સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. તો આજે સવારથી જ સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.  સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Breaking News Cyclone Biparjoy : સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ
Surat Rain
| Updated on: Jun 14, 2023 | 9:46 AM
Share

Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આજે સવારથી જ સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: Porbandar: કુંવરજી બાવળીયા પહોંચ્યા પોરબંદર, વાવાઝોડાની સ્થિતિ અંગે કરી સમીક્ષા, જુઓ Video

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ 

તો બીજી તરફ એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે.દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકામાં સાડા 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં અઢી ઈંચ, પોરબંદર અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. માંડવી, ખાંભા, લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વંથલી, સાવરકુંડલા, માળિયા હાટિનામાં દોઢ ઈંચ અને ભાણવડ, ધોરાજી, કેશોદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

દેવભૂમિદ્વારકામાં કૃષ્ણ મંદિરમાં પાણી ઘુસ્યા

તો આજે  દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. સમુદ્રમાં કરંટ હોવાથી સમુદ્રના પાણી મંદિરમાં ઘુસ્યા છે.

14મી જૂને વરસાદની તીવ્રતા વધશે

14મી જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના જૂનાગઢ અને મોરબી જિલ્લામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને વરસાદની તીવ્રતા વધશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વિવિધ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જુનાગઢ જિલ્લામાં થોડા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. ગુજરાત અને છૂટાછવાયાના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">