Breaking News : ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ, 50 JCBથી 2.50 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરાશે, જુઓ Video

અમદાવાદના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી શરુ કરાઈ છે. આજે વહેલી સવારથી 50 જેટલા JCB સહિત સાધનો ગોઠવાયા છે.

Breaking News : ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ, 50 JCBથી 2.50 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરાશે, જુઓ Video
| Edited By: | Updated on: May 20, 2025 | 9:40 AM

અમદાવાદના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશનનો બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી શરુ કરાઈ છે. આજે વહેલી સવારથી 50 જેટલા JCB સહિત સાધનો ગોઠવાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે દબાણ દૂર કરવા માટે 3 હજાર જેટલા પોલીસકર્મી અને 25 SRPની ટુકડીનો બંદોબસ્ત ગોઠવાયો છે. 2.50 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરાશે. આગામી 3થી 4 દિવસ સુધી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

બાંગ્લાદેશીઓના અડ્ડા પર ગુજરાતના સૌથી મોટા સફાઇ અભિયાનના પાર્ટ-2ની શરૂઆત થઈ ચૂકી છે. જેણે દાયકાઓથી અમદાવાદમાં ગંદકી કરી રાખી હતી, ત્યાં હવે સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે.. ગુંડાગીરી ફેલાવી, ખોટા ધંધા ફેલાવ્યા.પરંતુ હવે આ મિનિ બાંગ્લાદેશનું નામોનિશાન મિટાવવાની ફરી તૈયારી કરી દેવાઈ છે. આજે વહેલી સવારથી જ ડિમોલિશન પાર્ટ 2 શરુ થઈ ગયો છે. આજથી સતત ચાર દિવસ દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે.. જેના માટે AMCના 7 ઝોનમાંથી કુલ 50 ટીમો તૈયાર કરાઇ છે.

 

AMC અને પોલીસ સાથે મળીને ડિમોલેશન પાર્ટ-2ની શરૂઆત કરાશે. DLR દ્વારા ચંડોળા તળાવની માપણી કરી ખૂંટ લગાવવામાં આવ્યા હતા. આ પહેલા બીજા તબક્કામાં ખૂંટની અંદરના મકાનો તોડી પાડવા તંત્ર એલર્ટ થયું હતું. AMC દ્વારા નોટિસ આપ્યા બાદ રૂબરૂ જઈને પણ જગ્યા ખાલી કરવા સૂચના અપાઈ હતી.

ફરી એકવાર પોલીસ કાફલા સાથે મિનિ બાંગ્લાદેશની કાયાપલટનું અભિયાન શરૂ થયું છે.અત્યાર સુધી અહીં અસામાજિક તત્વો, ઘુસણખોરોએ ગુનાખોરીનો વ્યાપ વધાર્યો હતો.દેહવેપાર, દારૂના વેપાર જેવા ધંધા અહીં ધમધમતા હતા.જો કે, હવે હાથ ધરાયેલા ચંડોળાની સફાઈના અભિયાન બાદ શહેરના કલંક તરીકે ઓળખાતો વિસ્તાર હવે કલગી બનીને ઉભરી આવશે, તેમાં કોઈ નવાઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:34 am, Tue, 20 May 25