Tapi : તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ (launch) પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા (Bridge collapse) લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો- Breaking News Cyclone Biparjoy : સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ
તાપી જિલ્લામાં વર્ષ 2021માં પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. જો કે આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઇ નથી.
થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવી જ એક ઘટના બની હતી. વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. સામાન્ય વરસાદમાં જ નવા નક્કોર અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે.રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફ્ટી વોલ તૂટી પડી હતી.
અટલ બ્રિજ મુદ્દે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્પષ્ટતા કરી કે જે દિવાલ પડી છે તે ગંદકી ન ફેલાય તે માટેની પ્રોટેક્શન વોલ છે તેને બ્રિજની સ્થિરતા અને મજબૂતી સાથે કોઈ લેવા દેવા નથી. રવિવારે પડેલા વરસાદમાં અટલબ્રિજની સેફ્ટી વોલના બ્લોક તૂટી પડ્યા હતા. જેથી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા.
તાપી જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
( વીથ ઈનપુટ : નીરવ કંસારા,તાપી )
Published On - 8:57 am, Wed, 14 June 23