
અમદાવાદમાં દર વર્ષે યોજાતા વાઈબ્રન્ટ નવરાત્રીમાં આ વર્ષે પ્રવાસન વિભાગ અને સરકારે વ્યાપારીકરણ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના નેતાએ એવુ પણ જણાવ્યું છે કે, દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે, અમદાવાદના જીએમડીસી-ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે, વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું. આ નવરાત્રી મહોત્સવનો હેતુ ગરબાના વ્યાપારીકરણ સામે સૌ કોઈ માઈ ભક્તો, વિનામૂલ્યે જાણીતા કલાકારોના સુરની સાથે ગરબાના તાલ લઈ શકે તે હતો. વિપક્ષે કરેલા આક્ષેપમાં કહેવાયું છે કે, જો કે, હવે ગરબાનું આયોજન કરનાર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને, આ વર્ષે પાસ GMDC ગ્રાઉન્ડમાં ગરબા રમવા પામે રૂપિયાથી પાસ વેચવાનો નિર્ણય કર્યો છે. આના માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને વિવિધ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે કે, બૂક માય શો દ્વારા, સવારના 4 વાગ્યા સુધી ગરબા રમવા માટે રૂપિયા ખર્ચીને પાસ ખરીદો.
ગુજરાત ટુરિઝમની આ જાહેરાત સામે વિરોધપક્ષ મેદાને ઉતર્યું છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ગુજરાત સરકારના આર્શિવાદથી કુછ દિન તો ગુજારો ગુજરાત મે થી વિશ્વ ફલક પર ગરબા પહોચાડનાર ટુરિઝમ કોર્પોરેશન હવે વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાંથી રુપિયા કમાવવા માંગે છે. ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ગરબાનું વ્યાપારીકરણ કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના પૂરેપૂરા આર્શિવાદ છે તેમ પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે.
ગુજરાતના ધર્મપ્રેમી, માઈ ભક્તો નવ દિવસ માતાજીની આરાધના કરી શકે તે માટે, ઉદ્યોગપતિઓના સાથ સહકારથી, તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ, વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવમા તમામ લોકોને વિના મૂલ્યે પ્રવેશ અને ગરબા રમવા માટે આયોજન કર્યું હતું. આ વાઈબ્રન્ટ નવરાત્રીમાં જાણીતા કલાકારોને મંચ પૂરો પાડવામાં આવતો હતો. જેમના સુર અને તાલથી અનેકોનેક લોકો મન મૂકીને ગરબા રમતા હતા. જો કે, નરેન્દ્ર મોદીના ફ્રિ ટુ ઓલના નિર્ણયને પડતો મુકીને ભપૂનેદ્ર પટેલની સરકારે ગરાબાનુ સરકારી વ્યાપારીકરણ કરી નાખ્યું હોવાનું વિપક્ષનું કહેવું છે.
Garba lovers, this one’s for you! Get ready to play Garba till 4 AM with traditional Dhol-Shehnai beats and an extended night of celebration.
Share this with your Garba gang & book your passes on BookMyShow now! ️
Book Here: https://t.co/52LQ1Y5Llq
Vibrant Navratri… pic.twitter.com/ZviNr2VjaW
— Gujarat Tourism (@GujaratTourism) September 24, 2026
કુછ દિન તો ગુજારો ગુજરાત મે..થી વિશ્વના ફલક પર ગુજરાતનો ગરબો પહોચાડનાર, ગુજરાત પ્રવાસન નિગમે હવે તેના રૂપિયા પાછા મેળવવા માટે આ વર્ષથી, નવરાત્રીના ગરબા રમવા માટે વેચાણ પાસથી એન્ટ્રી આપશે. સોશિયલ મીડિયા ઉપર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને કરેલ જાહેરાત અનુસાર, સવારના 4 વાગ્યા સુધી ગરબા રમવા મળશે, પરંતુ તેના માટે વ્યક્તિ દિઠથી લઈને ગ્રુપ સુધીના પાસ માટે રૂપિયા ખર્ચવા ખીસ્સા ખાલી કરવા પડશે.