Breaking News: અમિત ચાવડાને બનાવાયા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ, OBC નેતાને સોંપાઈ કમાન

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહના રાજીનામા બાદ ખાલી પડેલા પ્રમુખના પદ માટે ઓબીસી ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી છે અને ફરી એકવાર અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. ચાવડા અગાઉ પણ કોંગ્રેસના પ્રમુખ પદે રહી ચુક્યા છે આથી સંગઠનમાં પણ તેમની સારી પકડ હોવાનું મનાઈ રહ્યુ છે.

| Edited By: | Updated on: Jul 17, 2025 | 6:42 PM

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી હતું. ચાવડા પહેલા વિપક્ષના નેતા હતા. તુષાર ચૌધરી હવે વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા છે. આ નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ અને હાઇ કમાન્ડ વચ્ચે બેઠક બાદ લેવાયો છે. કોંગ્રેસે OBC અને આદિવાસી સમાજને પ્રાધાન્ય આપ્યું છે.

શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખનું પદ ખાલી હતુ. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની  બેઠક બાદ લેવામાં આવ્યો છે.  અમિત ચાવડા પહેલા પણ માર્ચ 2018થી ડિસેમ્બર 2021 સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે, જેના કારણે તેમને સરકાર અને સંગઠન બંનેનો સારો અનુભવ છે. કોંગ્રેસના આ નિર્ણય પાછળ ઓબીસી સમુદાયને પ્રાધાન્ય આપવાનો હેતુ પણ માનવામાં આવે છે. અમિત ચાવડાના ઓબીસી કાર્ડ પર ભાર મૂકવાની રાજનીતિ અને જાતિગત સમીકરણોને સમજવાની ક્ષમતા પણ કોંગ્રેસના આ નિર્ણયમાં મહત્વનુ પાસા તરીકે જોવામાં આવે છે.

કોંગ્રેસે હાલ પ્રમુખ પદે OBC નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતાને પ્રાધાન્ય આપ્યુ છે.  ડૉ તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ બે નિર્ણયો ગુજરાતના રાજકારણમાં નવા પરિવર્તનો લાવી શકે છે કે કેમ! આગામી સમયમાં ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાશે કે કેમ તે જોવુ રહ્યુ.

 

કોણ છે અમિત ચાવડા?

  • વિધાનસભામાં વિપક્ષના નેતા
  • વર્ષ 2017-20માં રહી ચુક્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ
  • ઓબીસી નેતા તરીકે મટો ચહેરો
  • સંગઠન પર મજબૂત પકડ
  • આણંદના આંકલાવથી ધારાસભ્ય
  • પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવાનો અનુભવ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:44 pm, Thu, 17 July 25