Breaking News : આતંકી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ ! આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હતી શમા

ગુજરાત ATS એ અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા એક વધુ આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત ATSએ મહિલા આતંકીને ઝડપી તપાસ હાથ ધરી હતી. તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

Breaking News : આતંકી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ ! આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હતી શમા
ATS
| Edited By: | Updated on: Jul 30, 2025 | 2:44 PM

ગુજરાત ATS એ અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા એક વધુ આતંકીને ઝડપી લીધી છે. ગુજરાત ATSએ બેંગલુરુથી મહિલા આતંકીને ઝડપી તપાસ હાથ ધરી હતી. તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ATSએ ઝડપેલી મહીલા આતંકવાદી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ હોવાનો ખુલાસો થયો છે. આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં શમા હતી.

આતંકી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ

અગાઉ ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં સોશિયલ મીડિયા પર 3 એકાઉન્ટ મળી આવ્યા હતા. દરેક એકાઉન્ટની લિંક આતંકી શમા પરવીન સુધી પહોંચી છે. દરેક એકાઉન્ટ પર 10 હજારથી પણ વધુ ફોલોવર્સ હતા. ત્રણેય એકાઉન્ટની લિંક આતંકી શમા પરવીન સુધી પહોંચી હતી.આતંકીઓ શમાના જ માર્ગદર્શનમાં કામ કરતા હોવાનો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં કોને એડ કરવુ તે શમા પરવીન જ નક્કી કરતી હતી. કટ્ટરવાદી વિચારોને કેવી રીતે ફેલાવા તે માટે શમા કામ કરતી હતી.

 

વધુ એક આતંકીને ઝડપી પાડવામાં ગુજરાત ATSને સફળતા મળી છે. ઝડપાયેલ મહિલા આતંકી મૂળ ઝારખંડની વતની હોવાનું સામે આવ્યું છે. હાલ તે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ગુજરાત ATSની તપાસમાં મહિલા પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ATSને તેની પાસેથી પાકિસ્તાન સંબંધિત અનેક મહત્વના દસ્તાવેજ, મેપ, મોબાઈલ નંબર્સ અને લોકેશન્સ મળી આવ્યા છે.

હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન

શમા પરવીન અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ સોશિયલ મીડિયાથી એકબીજા સાથે સંપર્કમાં હતા. અને ખૂબ જ ઓર્ગેનાઈઝ રીતે ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહ્યા હતા. આ તમામ પાછળ કોઈ પાકિસ્તાની હેન્ડલર હોવાની પણ જાણકારી સામે આવી છે.

ATSની સફળતા બાદ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન આપ્યુ છે. મહિલા અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનું નિવેદન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે. ઓનલાઈન ટેરર મોડ્યુલ પર આતંકીઓ કામ કરતા હતા. ગુજરાત ATS દ્વારા સતત નજર રાખી સફળ કાર્યવાહી કરાઈ છે.

વીથ ઇનપુટ-મિહિર સોની, અમદાવાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:23 pm, Wed, 30 July 25