
અમદાવાદમાં એર ઈન્ડીયાનું પ્લેન ક્રેશ થયાની ઘટનામાં 241થી વધારે લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વધુ એક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી હોવાનું સામે આવ્યું છે.
દિલ્લીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ત્રીજા પ્રયાસમાં લેન્ડ થઈ શકી હતી. બે વખત રનવેને સ્પર્શ કરીને ફ્લાઈટ આકાશમાં ચડી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્રીજા પ્રયાસમાં ફ્લાઈટ લેન્ડ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો છે. એર ઈન્ડિયાએ અલાઈન્મેન્ટ સેટ કરવાની સામાન્ય પ્રક્રિયા ગણાવી છે. અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રિકોમાં ચિંતાનો માહોલ છવાયેલો છે.
Air India flight from Delhi lands on 3rd attempt at Hirasar Airport, passengers terrified #Rajkot #AirIndiaFlight #AirIndia #HirasarAirport #Gujarat #TV9Gujarati pic.twitter.com/N5R9x1VK1W
— Tv9 Gujarati (@tv9gujarati) June 14, 2025
બીજી તરફ એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સામે આવી છે. AI એક્સપ્રેસની બેંગકોક-સુરતની ફ્લાઈટમાં થ્રસ્ટની સમસ્યા સર્જાઈ હતી. પ્લેન ક્રેશની ઘટનાના બીજા જ દિવસે આ બનાવ બન્યો હતો. સમસ્યાને લીધે ફ્લાઈટ ટેકઑફ જ ન થઈ શકી. ફ્લાઈટમાં બેસેલા 190 મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારવાની ફરજ પડી હતી. શુક્રવારે સાંજે 4:45 કલાકે બેંગકોકથી ફ્લાઈટ ટેકઑફ થવાની હતી. મોડી રાત સુધી ફ્લાઈટની ટેક્નિકલ ખામી સુધરી ન હતી.
તો ગઇકાલે જયપુરથી બેંગલુરુ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 2749 શુક્રવારે સવારે 11:30 વાગ્યે જયપુરથી બેંગલુરુ જતી હતી. પરંતુ વિમાન ઉડાન ભરી શક્યું હતુ નહીં.
આ તમામ ઘટનાઓએ એરલાઇનના ટેક્નિકલ મેન્ટેનન્સ અને સલામતી પ્રોટોકોલ્સ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે AI-171ની દુર્ઘટનામાં પાઇલટની ભૂલ, એન્જિન ફેઇલ્યોર અથવા ફ્લેપ સેટિંગ્સમાં ખામી હોઈ શકે છે.તપાસ એજન્સીઓએ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઇટ્સની સલામતીની સમીક્ષા શરૂ કરી છે, અને આગામી મહિનાઓમાં વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.
Published On - 9:02 am, Sat, 14 June 25