Breaking News : અમદાવાદમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત,સીડી ચડતા આવ્યો હાર્ટ એટેક, CCTV આવ્યા સામે, જુઓ Video

|

Jan 10, 2025 | 2:12 PM

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત નિપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

Breaking News : અમદાવાદમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત,સીડી ચડતા આવ્યો હાર્ટ એટેક, CCTV આવ્યા સામે, જુઓ Video
Ahmedabad

Follow us on

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત નિપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો.

Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?

છાતીમાં દુખાવો થતા વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદની ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.

 

હોસ્પિટલ પહોંચતા તબીબે બાળકીને મૃત જાહેર કરી

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડિ પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:26 pm, Fri, 10 January 25

Next Article