Breaking news: અમદાવાદમાં RSSના વડા મોહન ભાગવત અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખાસ બેઠક, 1 કલાક કરતાં પણ વધુ સમયથી ચાલી રહી છે બેઠક
અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.
અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી. બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.
2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ધાર્મિક, રાજકીય અને સામાજિક મુદ્દાઓના મનોમંથનનું એપી સેન્ટર બન્યું છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં RSSના વડા મોહન ભાગવત ઉપસ્થિત છે. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ધર્મ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે.
દેશભરમાંથી હિંદુ સંપ્રદાયના પૌરાણિક મઠના સંતોષ ધર્માચાર્યોની હાજરીમાં વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સરકાર અને સંતોની હાજરીમાં ધાર્મિક બાબતો પર મંથન કરાશે. આ સંત મહાસંમેલનમાં રાજ્ય સરકારો દ્વારા મંદિરોમાં થતા વહીવટ અંગે પણ ચર્ચા થઈ શકે છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા મોહન ભાગવતનો દેશભરના ટોચના સંતો સાથેના સંવાદને મહત્વનો માનવામાં આવે છે.
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત આઠમી હિંદુ આચાર્ય ધર્મસભામાં દેશભરના સંતો-મહંતો અને સંઘના આગેવાનો મહત્વના મુદ્દે ચર્ચા કરશે. જેમાં હિંદુ મંદિરોના જીર્ણોદ્ધાર, મંદિરોમાં સરકારના વહીવટ, હિંદુ મંદિરોને મળતા દાનનો ધર્મકાર્યોમાં વધુ ઉપયોગ કરવા અંગે ભાર મુકાશે. આ ઉપરાંત આદિવાસી કલ્યાણની નવી યોજનાની સાથે જ ગૌ-સેવાનો વ્યાપ વધારવા પર મંથન થશે. હિંદુ પરંપરા અનુસારના શિક્ષણની સાથે જ સમાજના વિવિધ વર્ગોનું ઉત્થાન થાય તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…