Breaking News : ગુજરાતમાં AI માટે ₹100 કરોડનું રોકાણ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને મળશે ફાયદો !

ગુજરાત સરકારે સોમવાર 17 ઓગસ્ટના રોજ ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની Automation Anywhere સાથે રાજ્યના AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આગામી 10 વર્ષમાં આશરે ₹100 કરોડનું યોગદાન આપશે. આ રકમનો ઉપયોગ યુવાનોની ટ્રેનિંગ, કેપેસિટી અને AI સંબંધિત પહેલો માટે કરવામાં આવશે.

Breaking News : ગુજરાતમાં AI માટે ₹100 કરોડનું રોકાણ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને મળશે ફાયદો !
100 Crore Investment AI Gujarat Automation Anywhere
Image Credit source: AI Generated
| Updated on: Aug 18, 2026 | 1:07 PM

ગુજરાત સરકારે સોમવાર 17 ઓગસ્ટના રોજ ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની Automation Anywhere સાથે રાજ્યના AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આગામી 10 વર્ષમાં આશરે ₹100 કરોડનું યોગદાન આપશે. આ રકમનો ઉપયોગ યુવાનોની ટ્રેનિંગ, કેપેસિટી અને AI સંબંધિત પહેલો માટે કરવામાં આવશે.

આ MoU પર સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ (DST) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. સત્તાવાર નિવેદન અનુસાર, Automation Anywhere તરફથી કંપનીના સહ-સ્થાપક અને COO અંકુર કોઠારીએ હસ્તાક્ષર સમારોહમાં કંપનીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વિદ્યાર્થીઓથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધીને મળશે AIની ટ્રેનિંગ

કરાર હેઠળ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે AI અને મશીન લર્નિંગ (ML) અંગે જાગૃતિ અને ક્ષમતાવર્ધનના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં ટ્રેનિંગ સત્ર, વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટ કેમ્પ અને સર્ટિફિકેશન કોર્સનો સમાવેશ થશે.

10 વર્ષમાં ₹100 કરોડની નાણાકીય મદદ

Automation Anywhere આગામી 10 વર્ષ દરમિયાન આશરે ₹100 કરોડની નાણાકીય મદદ પૂરી પાડી શકે છે. AI, ML અને નવીન ટેક્નોલોજી પર આધારિત કાર્યક્રમો માટે ટ્રેનર્સ, વિષય નિષ્ણાતો અને મેન્ટર્સનો ખર્ચ પણ કંપની ઉઠાવશે. આ ઉપરાંત કંપની ટ્રેનિંગ માટે કરિક્યુલમ, લર્નિંગ મટિરિયલ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક પણ ઉપલબ્ધ કરાવશે.

વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મળશે

ટ્રેનિંગ લેનારાઓને કંપનીના નો-કોડ/લો-કોડ Automation Success Platform ની Community Edition લાઇસન્સનો એક્સેસ પણ આપવામાં આવશે. તેના દ્વારા વિદ્યાર્થીઓ અને અન્ય ટ્રેનિંગ લેનારાઓને ઓટોમેશન ટેક્નોલોજીનો પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની તક મળશે.

ગુજરાતના AI ઇકોસિસ્ટમને મળશે વેગ

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે આ સહયોગથી જાગૃતિ, ક્ષમતાવર્ધન અને સરકાર, ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન મળશે અને ગુજરાતના AI ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે. તેમણે કહ્યું કે આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ આ કાર્યક્રમોના અમલીકરણ માટે સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો સાથે સંકલન કરશે.

આ પણ વાંચો, Gujarat Weather Today: ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

Follow Us
Loading...
Unable to load recommendations.