VIDEO : બોટાદમાં 8 વર્ષીય બાળકીનો મળ્યો મૃતદેહ, પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે

|

Jan 16, 2023 | 7:37 AM

પ્રાથમિક દ્રષ્ટીએ બાળકીની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ છે. બાળકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સોનાવાલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

VIDEO : બોટાદમાં 8 વર્ષીય બાળકીનો મળ્યો મૃતદેહ, પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે
Botad police

Follow us on

બોટાદના ભગવાનપરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો છે. અવાવરૂ જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે. પ્રાથમિક દ્રષ્ટીએ બાળકીની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ છે. બાળકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સોનાવાલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, અને બોટાદ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. ડીવાયએસપી સહિતના કાફલાની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથધરી છે.

પ્રાથમિક દ્રષ્ટીએ બાળકીની હત્યા થઈ હોવાની આશંકા

તો આ તરફ રાજકોટમાં વધુ એક હત્યા થતા ચકચાર મચી છે. શહેરના કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં સ્કૂલ વાન ચલાવતા હિરેન જાદવ નામના યુવક પર 7થી 8 શખ્સોએ હુમલો કરતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું છે કે ગઇકાલે રાત્રિના સમયે મૃતક હિરેન જાદવને કોલ આવતા તે ઘટનાસ્થળે ગયો હતો. જ્યાં 7થી 8 શખ્સોએ મૃતક પર ધોકા અને છરી જેવા હથિયારો વડે હિંસક હુમલો કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હિરેન જાદવનું મોત નિપજ્યું છે. હાલ તો સમગ્ર મામલે બંન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Article