AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ સમાચાર: પોલીસે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ ઢસાના શખ્સને ત્રણ જિલ્લામાંથી કર્યો તડીપાર

ગઢડા તાલુકાના ઢસા ગામના શખ્સ જે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ હતો, તેને બોટાદ પોલીસે બોટાદ, અમરેલી, ભાવનગર એમ ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવતા, ઢસા પોલીસે શખ્સની ધરપકડ કરી તડીપારના હુકમનો અમલ કરીને શખ્સને ત્રણેય જિલ્લામાંથી બહાર મોકલી આપ્યો છે.

બોટાદ સમાચાર: પોલીસે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ ઢસાના શખ્સને ત્રણ જિલ્લામાંથી કર્યો તડીપાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 9:14 AM
Share

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના શખ્સ જે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ છે, તેને બોટાદ પોલીસે બોટાદ, અમરેલી, ભાવનગર એમ ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી ઢસા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી અને તડીપારના હુકમનો અમલ કરીને વ્યક્તિને ત્રણેય જિલ્લામાંથી તડીપાર કરી હુકમનો પાલન કર્યું હતું છે. આ શખ્સને 3 મહિના માટે આ ત્રણેય જિલ્લામાંથી તડીપાર કર્યો છે.

જુગારી વિરુધ્ધ હદપાર અને પાસા કરવા સુચના આપી હતી

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે જુગારની બદી હટાવવા અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવા સુચના આપેલી હતી. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકની સુચનાથી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાએ જિલ્લામાં જુગારની બદી હટાવવા માટે જાણીતા જુગારી વિરુદ્ધ હદપારી અને પાસા કરવા સુચના આપી હતી.

જયસુખભાઇ સુવાણને હદપાર કરવા દરખાસ્ત

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એલ.સાકરીયા તથા ઢસા પોલીસ સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના અનેક કેસોમાં સંડોવાયેલા અને જાણીતા જુગારી ઢસા ગામના પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણને હદપાર કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી.

ભાવનગર, અમરેલી, જિલ્લામાંથી હદપારનો હુકમ

હદપારની દરખાસ્ત અનુસંધાને બોટાદ સબ.ડીવી. મેજીસ્ટ્રેટે જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણને ત્રણ માસ માટે બોટાદ જિલ્લા તથા બોટાદ જિલ્લાને અડીને આવેલ ભાવનગર, અમરેલી, જિલ્લામાંથી હદપારનો હુકમ કરવામાં આવ્યો હતો.

ત્રણ મહિના માટે હદપાર કરવામાં આવ્યો

ત્યારે તારીખ 5-11-23ના રોજ જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોંલાડ જયસુખભાઇ સુવાણને ઢસા પોલીસે હુકમનો અમલ કરીને શખ્સને બોટાદ જિલ્લા તથા બોટાદ જિલ્લાને અડીને આવેલા ભાવનગર, અમરેલી, જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બોટાદ સમાચાર: ગઢડાના જીવદયા પ્રેમી યુવાનોની સરાહનીય કામગીરી, અકસ્માતો અટકાવવા પશુઓને લગાવ્યો રેડિયમ બેલ્ટ

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">