AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ઘણી મથામણો બાદ ઉમેદવારો અંગેનું રાજકીય ચિત્ર થયું સ્પષ્ટ

ભાજપ દ્વારા ઉમેદવારોના ફોર્મ  ભરવામાં ભૂલ ન થાય તે માટે   ભાજપ દ્વારા  બેઠક દીઠ તાલીમ પામેલા વકીલોને જવાબદારી સોંપવામાં આવી છે  જ્યારે ઉમેદવારો ફોર્મ ભરે ત્યારે તેમાં કોઈ ભૂલન ન રહી જાય તે માટે આ વ્યવસ્થા કરવાાં આવી  છે. 

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ઘણી મથામણો બાદ ઉમેદવારો અંગેનું રાજકીય ચિત્ર થયું સ્પષ્ટ
ગઢડાથી શભુપ્રસાદ ટુંડિયા રેલી યોજ્યા બાદ આજે ભરશે ફોર્મ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 9:54 AM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે  અને ભાજપ તેમજ કૉંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. આજે છેલ્લો દિવસ હોવાથી  ભાજપ અને કોંગ્રેસ  પક્ષના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ છયું છે. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી અને  નામ  જાહેર  થતા ઉમેદવારો અંગે છેલ્લી  ઘડી સુધી  દોડધામ ચાલી હતી.  પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને   ફોર્મ ભરતાની સાથે જ તમામ ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે.  છેલ્લી ઘડી સુધી નારાજ ઉમેદવારોને મનાવવા માટે ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું હતુ. તો સ્થાનિક મતદારોનો રોષ, તેમજ પાર્ટી કાર્યકરોનો રોષ પારખીને  ભાજપ તેમજ કોંગ્રેસ  કેટલીક જગ્યાઓએ ઉમેદવારના નામ  બદલતા, નવા ઉમેદવારો ફોર્મ ભરવા માટે  છેલ્લી ઘડીએ સજજ થયા હતા.

ગુજરાત ઇલેક્શન 2022 બોટાદમાં શંભુપ્રસાદ ટુંડિયા  સી.આર, પાટીલની હાજરીમાં ભરશે ફોર્મ

બોટાદમાં આજે  શંભુપ્રસાદજી ટુંડિયા આજે ફોર્મ ભરશે તેઓ  સી.આર. પાટીલની હાજરીમાં ઉમેદવારી પત્રક ભરશે.  ફોર્મ ભરતા પહેલા મોટા ભાગના ઉમેદવારો  ભવ્ય રેલીનું આયોજન પણ કરશે.   ઉલ્લેખનીય છે કે શંભુ પ્રસાદ  ટુંડિયાએ  ફોર્મ ભરવાની પૂર્વ સંધ્યાએ  ફટાકડા ફોડી, કેક કાપીને કરી  જન્મદિવસની ઉજવણી કરી હતી.

ગુજરાત ચૂંટણી 2022 : ફોર્મમાં ભૂલ ન પડે તે માટે ભાજપે કરી વકીલની વ્યવસ્થા

દરમિયાન  ભાજપ દ્વારા ઉમેદવારોના ફોર્મ  ભરવામાં ભૂલ ન થાય તે માટે   ભાજપ દ્વારા  બેઠક દીઠ તાલીમ પામેલા વકીલોને જવાબદારી સોંપવામાં આવી છે  જ્યારે ઉમેદવારો ફોર્મ ભરે ત્યારે તેમાં કોઈ ભૂલન ન રહી જાય તે માટે આ વ્યવસ્થા કરવાાં આવી  છે.   તો  બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રધાન  ભૂપેન્દ્ર પટેલ  16 નવેમ્બરે પોતાનું ચૂંટણી ફોર્મ ભરશે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">