Gujarat Election 2022: બોટાદ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભારતીબેન શિયાળનું નિવેદન, ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ નથી

|

Nov 17, 2022 | 4:51 PM

ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી અને  નામ  જાહેર  થતા ઉમેદવારો અંગે છેલ્લી  ઘડી સુધી  દોડધામ ચાલી હતી.  પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન (voting) થવાનું છે અને   ફોર્મ ભરતાની સાથે જ તમામ ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે. 

Gujarat Election 2022:  બોટાદ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે ભારતીબેન શિયાળનું નિવેદન, ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ નથી
બોટાદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભારતીબેન શિયાળે કર્યું ઉદ્ધાટન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   બોટાદમાં વિધાનસભા  બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના મધ્યસ્થ કાર્યાલયનું સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો રહ્યા હાજર રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન બાદ સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ ત્રિપાંખિયો જંગ છે જે નહીં અહીં એક પાંખિયો જંગ છે.

ગુજરાત ચૂંટણી 2022: બોટાદ ભાજપ અને કોંગ્રેસમાં હતી અસંતોષની પરિસ્થિતિ

જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી અને  નામ  જાહેર  થતા ઉમેદવારો અંગે છેલ્લી  ઘડી સુધી  દોડધામ ચાલી હતી.  પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને   ફોર્મ ભરતાની સાથે જ તમામ ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે.  છેલ્લી ઘડી સુધી નારાજ ઉમેદવારોને મનાવવા માટે ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું હતુ. તો સ્થાનિક મતદારોનો રોષ, તેમજ પાર્ટી કાર્યકરોનો રોષ પારખીને  ભાજપ તેમજ કોંગ્રેસ  કેટલીક જગ્યાઓએ ઉમેદવારના નામ  બદલતા, નવા ઉમેદવારો ફોર્મ ભરવા માટે  છેલ્લી ઘડીએ સજજ થયા હતા.

તો કોંગ્રેસમાં મનહર  પટેલના ભારે વિરોધ બાદ કોંગ્રેસને બોટાદ બેઠક પર ઉમેદવાર બદલવા પડયા છે. રમેશ મેરના સ્થાને કોંગ્રેસે બોટાદથી મનહર પટેલને ટિકિટ આપતા કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.  કોંગ્રેસે રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુધી રજૂઆત કરી હતી. તો સાથે જ અમદાવાદમાં અશોક ગેહલોત સાથે મિટીંગ પણ યોજી હતી. બાદમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્રારા મનહર પટેલની પસંદગી કરવામાં આવી હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

ગુજરાતમાં બે તબક્કામાં  યોજાશે  મતદાન, 08 ડિસેમ્બરે પરિણામ

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 4:37 pm, Thu, 17 November 22

Next Article