ઝેરી દારૂકાંડ કેસમાં કાર્યવાહી, AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘરે ત્રાટકી પોલીસની 10 ટીમ

|

Aug 02, 2022 | 7:59 AM

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Botad Hooch Tragedy) 43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમાં મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ હતુ.

ઝેરી દારૂકાંડ કેસમાં કાર્યવાહી, AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘરે ત્રાટકી પોલીસની 10 ટીમ
Botad hooch tragedy

Follow us on

બરવાળા ઝેરી દારૂકાંડના કેસમાં (Barvala Hooch Tragedy)  બોટાદ પોલીસે કાર્યવાહી કરી છે.અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલના (Samir patel) ઘર અને ઓફિસ પર પોલીસની (botad police) 10 ટીમો ત્રાટકી છે.મહત્વનું છે કે, બોટાદ ઝેરી દારૂકાંડમાં  43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમાં મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ હતુ. ઝેરી દારૂકાંડમાં અમદાવાદ (Ahmedabad) નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે  તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

 કંપનીના 4 સંચાલકો સામે એકશન લેવાયા

કેમિકલ કાંડમાં AMOS કંપનીના 4 સંચાલકો સામે એકશન લેવાયા છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતા પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. કંપનીના સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને બરવાળા પોલીસ સ્ટેશન (Barvala Police Station) હાજર થવું પડશે અને તેમનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે.ઉલ્લેખનીય છે કે AMOS કંપનીએ લાયસન્સ રિન્યુ કરાવ્યું નથી. અમદાવાદના નજીક આવેલી પીપળજની AMOS કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરોપીએ કબૂલ્યો ગુનો

બરવાળા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં  આરોપી જયેશે ગુનો કબૂલી લીધો હતો. આરોપી જયેશ ઉર્ફ રાજુએ બરવાળા કોર્ટમાં CRPC 164 મુજબ પોતે મિથેનોલ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં મુખ્ય આરોપીએ ગુનો કબૂલતા ફરાર આરોપીઓની મુશ્કેલી વધશે.

 

Next Article