અમદાવાદમાં મોડી રાતે 3 લોકોએ જાહેરમાં ફિલ્મી ઢબે કર્યું ફાયરિંગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ ફાયરિંગનો આ VIDEO

|

Jul 14, 2019 | 5:42 AM

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરતી ઘટના ગત મોડી રાતે બની છે. પોલીસના સબ સલામતના દાવા વચ્ચે ગુનેગારો બેફામ બન્યા છે. કોમ્બિંગ નાઈટ હોવા છતાં જાહેરમાં ફિલ્મી ઢબે ફાયરિંગથી અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગત મોડી રાતે શહેરના વૈભવી વિસ્તાર એવા જોધપુરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ પણ […]

અમદાવાદમાં મોડી રાતે 3 લોકોએ જાહેરમાં ફિલ્મી ઢબે કર્યું ફાયરિંગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ ફાયરિંગનો આ VIDEO

Follow us on

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરતી ઘટના ગત મોડી રાતે બની છે. પોલીસના સબ સલામતના દાવા વચ્ચે ગુનેગારો બેફામ બન્યા છે. કોમ્બિંગ નાઈટ હોવા છતાં જાહેરમાં ફિલ્મી ઢબે ફાયરિંગથી અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગત મોડી રાતે શહેરના વૈભવી વિસ્તાર એવા જોધપુરમાં ફાયરિંગની ઘટના બની હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કેબલની ઓફિસ ધરાવતા મહેશ ઠાકોર પર આકાશ પરમાર નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ફિલ્મી ઢબે કારમાંથી ઉતરીને આરોપી આકાશ પરમારે અને તેમના બે સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા. જો કે મિસ ફાયર થતા સદનસીબે ફાયરિંગમાં કોઈ જાનહાનિ નથી થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઘટનાની સાક્ષી પુરતા CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં ગુનેગારો કેટલા છાંકટા બન્યા છે તે સ્પષ્ટ દેખાય છે. તો બીજી તરફ સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાહેરમાં ફાયરિંગ કરનારો આરોપી આકાશ પરમાર આ જ વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે. જેના પર અત્યાર સુધી ચારથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અંગત અદાવતના કારણે આરોપી આકાશ પરમાર અને મહેશ ઠાકોર વચ્ચે પહેલા પણ બબાલ થઈ હતી. પાંચેક મહિના પહેલા મહેશ ઠાકોર અને તેના સાગરીતો સાથે આકાશ પરમારને કોઇ બબાલ થઇ હતી. જેનો બદલો લેવા આ ફાયરીંગ થયું હોય તેવી પણ શક્યતા છે.

[yop_poll id=”1″]

ફાયરિંગની આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે ફાયરિંગ થયું તે સમયે મહેશ ઠાકોરની સાથે કામ કરતા લોકો ઓફિસની બહાર બેઠા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article