Bogus Doctor : અંકલેશ્વરમાં ક્લિનિકમાં HSC ની માર્કશીટ ટીંગાડી દર્દીઓનો કરાતો હતો ઈલાજ , પોલીસે ઝોલાછાપ તબીબની કરી ધરપકડ

|

May 27, 2021 | 5:54 PM

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વર(Ankleshwar)માંથી ઝોલા છાપ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bogus Doctor : અંકલેશ્વરમાં ક્લિનિકમાં  HSC ની માર્કશીટ ટીંગાડી દર્દીઓનો કરાતો  હતો ઈલાજ , પોલીસે ઝોલાછાપ તબીબની કરી ધરપકડ
ઝોલાછાપ તબીબ દિપકુમાર બાલા

Follow us on

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વર(Ankleshwar)માંથી ઝોલા છાપ તબીબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજનું પગથિયું પણ ન ચડેલો આ ડિગ્રી વગરનો ડોક્ટર HSC ની ડિગ્રી ટીંગાડી લોકોની સારવાર કરવા મંડ્યો હતો.

તબીબને ભગવાનનો દરજ્જો અપાય છે કારણકે તબીબ દર્દીઓના જીવ બચાવે છે. ભરૂચમાં દર્દીઓના જીવ બચાવતો નહિ પણ લોકો ઉપર અખતરાં કરતો તબીબ ઝડપાયો છે . યોગેશ્વર નગરમાં ક્લિનિક ખોલી ઠાઠથી ઈલાજ કરતા કહેવાતા ડોક્ટર દિપકુમાર બાલા પાસે જયારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર મિતેષ સકુરિયાંએ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર અને તબીબી ડિગ્રીઓ માંગતા ડિગ્રીના નામે દિપકુમાર બાલાએ જે રજૂ કર્યું તે જોઈ પોલીસ ચોકી ગઈ હતી.

તબીબી ડિગ્રી માંગતા ધોરણ ૧૨ ની માર્કશીટ બતાવી
સબ ઇન્સ્પેક૨ મિતેષ સકુરિયાએ દિપકુમાર બાલા પાસે તબીબી ડિગ્રી માંગતા આ કહેવાતા તબીબે ધોરણ  ૧૨ ની માર્કશીટ બતાવી હતી. જે માર્કશીટ દૂરથી દેખાડી આ ઠગ દર્દીઓને છેતરતો હતો તેનાથી પોલીસ છેતરાઈ નહિ અને તરતજ ઝોલાછાપ તબીબીન ધરપકડ કરી લેવાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ક્લિનિકમાંથી ઇન્જેક્શન સહીત સર્જીકલ સમાન મળ્યો
પોલીસે જયારે દિપકુમાર બાલાના ક્લિનિકની તલાસી લીધી તો તેમાંથી ઇન્જેક્શન, બોટલ અને સર્જીકલ સમાન મળી આવ્યો હતો. આ શક્શ બહારથી એલોપેથી દવાઓ પણ લખી આપતો હતો.

દવાખાના માં નોકરી કરી બાદમાં જાતેજ તબીબ બની ગયો
દિપકુમાર બાલાએ થોડો સમય દવાખાનમાં નોકરી હતી હતી. આ સમય દરમ્યાન દવાઓનું થોડું જ્ઞાન આવી જતા તે જાતેજ તબીબ બની બેઠો હતો અને લોકોને દવાના નામે લાલ પીળી રંગીન ગોળીઓ આપવા માંડ્યો હતો.

Published On - 5:38 pm, Thu, 27 May 21

Next Article