AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી કે ‘રાજરમત’, જાણો કેવી રીતે બંને બેઠક પર ભાજપ જીત મેળવશે

5 જુલાઈના રોજ રાજ્યસભામાં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણીમાં જીતતા રાજ્યસભામાં તેમની આ બે બેઠકો ખાલી પડી છે. એક જ તારીખે છ બેઠકો માટે પેટાચૂંટણી હોય તો સ્વાભાવિક રીતે મનમાં એવી છાપ ઉભી થાય છે છએ છ બેઠકો પર […]

ગુજરાતમાં 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી કે 'રાજરમત', જાણો કેવી રીતે બંને બેઠક પર ભાજપ જીત મેળવશે
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 9:51 AM

5 જુલાઈના રોજ રાજ્યસભામાં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણીમાં જીતતા રાજ્યસભામાં તેમની આ બે બેઠકો ખાલી પડી છે. એક જ તારીખે છ બેઠકો માટે પેટાચૂંટણી હોય તો સ્વાભાવિક રીતે મનમાં એવી છાપ ઉભી થાય છે છએ છ બેઠકો પર એક સાથે મતદાન થશે. પરંતુ રાજ્યસભાની આ પેટાચૂંટણીમાં તેવું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે આ છ એ છ બેઠકોને અલગ અલગ બેઠક ગણવામાં આવશે અને પ્રત્યેક બેઠક માટે અલગ અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. તેનો અર્થ તે થયો કે છ બેઠકોની ચૂંટણી એક જ દિવસે થશે પરંતુ પ્રત્યેક બેઠક માટેનો મતદાનનો સમય અલગ અલગ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચૂંટણી પંચના આ પ્રકારના જાહેરનામાથી ભાજપને મોટો ફાયદો મળ્યો છે. જો ગુજરાતની બે બેઠકો માટે એક સાથે મતદાન થાય અને પ્રત્યેક ધારાસભ્યને એક જ વોટ આપવાની છૂટ હોય તો કોંગ્રેસને બેમાંથી એક સીટ પાક્કી હતી. પરંતુ હવે બે બેઠકોને અલગ અલગ ગણીને બંને બેઠકો માટે અલગ અલગ સમયે મતદાન કરવવામાં આવે, એટલે કે દરેક ધારાસભ્યને અલગ અલગ બેઠક માટે અલગ અલગ મત મત આપવાની છૂટ આપવામાં આવે તો કોંગ્રેસે હાથ મસળતા બેસી રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇએ તો ભાજપ પાસે 101 ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે જેડીયુ અને જિગ્નેશ મેવાણીને સાથે રાખીને ગણીએ તો 72 ધારાસભ્યો છે. જો બે બેઠકો માટે એક સાથે મતદાન કરાવવામાં આવે તો કોઇ પણ પક્ષને એક બેઠક જીતવા માટે માત્ર 60 વોટની જરૂર પડે અને કોંગ્રેસ પાસે 72 વોટ છે. માટે સ્વાભાવિક રીતે તેની એક સીટ પાકી થઇ જાય. આ સામે ભાજપને જો બંને સીટ જીતવી હોય તો તેની પાસે 120 વોટ હોવા જોઇએ તેની સામે તેની પાસે માત્ર 102 વોટ છે. તેણે વધુ 18 વોટ મેળવવા માટે તેણે ઘણી તડજોડ કરવી પડે તેમ છતાં કોંગ્રેસ પાસેથી એક બેઠક આંચકી ના શકે. પરંતુ ચૂંટણી પંચના અલગ અલગ બેઠક માટે અલગ અલગ મતદાનના જાહેરનામાએ આખી બાજી ફેરવી નાંખી છે. તે મુજબ કોઇ પણ પક્ષને એક બેઠક જીતવા માટે ઓછામાં ઓછા 89 વોટ જોઇએ અને કોંગ્રેસ પાસે માંડ 72 વોટ છે.

g clip-path="url(#clip0_868_265)">