અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પોતાનું નામંકન દાખલ કરશે. જેના માટે પહેલીવાર શુક્રવારે રાત્રે નામ જાહેર થયા પછી અમદાવાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ એરપોર્ટ ઉપર ગુલાબની પાંદડીઓ વરસાવીને સ્વાગત કર્યુ હતુ.

ક્યાંથી ક્યાં પહોંચશે

ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલશે. અમદાવાદમાં નારાણપુરામાં સરદાર પટેલના બાવલાથી આજે સવારે 9.30 ક્લાકે રોડ-શો શરૂ થશે. ઘાટલોડિયામાં પ્રભાત ચોક- પાટીદાર ચોક થઈને બપોરે 12.30 કલાક સુધી યોજનારા રોડ-શોમાં અનેક જ્ઞાતિ-સમાજ અને વિવિધક્ષેત્રોના આગેવાનો અમિત શાહને શુભેચ્છા સર્મથન આપશે.

રોડ શો નહીં પણ શક્તિ પ્રદર્શન

ત્રણ કલાકના રોડ શોમાં ગૃહમંત્રી રાજેન્દ્રસિંહ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે, અકાલીદળના પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએ ઘટકપક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો જોડાશે. અમદાવાદના રોડ-શોથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા ગાંધીનગર જશે. જ્યાં ભાજપના કાર્યકરો માનવસાંકળ રચી સ્વાગત કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. જ્યાં તેઓ વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે.

આ પણ વાંચો : અમિત શાહની રેલી ન માત્ર અમદાવાદના રસ્તા પર પણ સોશિયલ મીડિયા પર પણ હશે વિશાળ, પહેલી વખત એથિકલ હેકર્સની પણ લેવામાં આવી મદદ

26 નહીં માત્ર 19 ઉમેદવારો જ જોડાશે

ગાંધીનગર બેઠક માટે અમિત શાહના ઉમેદવારી ફોર્મ ભરતીવેળાએ યોજાનારા રોડ- શોમાં ગુજરાત લોકસભાના 26 ઉમેદવારો પણ હાજર રહેશે એમ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં રાજ્યની 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ નથી. આથી તમામ ઉમેદવારોને બદલે માત્ર અમદાવાદ- ગાંધીનગરના ધારાસભ્યો અને લોકસભાના ઉમેદવારો, સાંસદો તેમાં જોડાશે.

ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ આડવાણી લાંબા સમય સુધી ચૂંટણી લડતાં આવ્યા હતા. જેમના સ્થાન પર ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. જેને જોતાં હાલની ગુજરાતની પાટીદારોની સ્થિતિ અને અન્ય ખેડૂતોના મુદ્દાને જોતાં ગાંધીનગર બેઠક પર અમિત શાહનું આગમન ઘણાં રાજકીય સમીકરણો સૂચવી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati