Gandhinagar: ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલથી 2 દિવસના પ્રવાસે ગુજરાત આવશે

|

Apr 20, 2022 | 2:07 PM

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત મંત્રી મંડળના સભ્યો સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક કરશે. ત્યાર બાદ પ્રદેશ કાર્યાલય કમલમ પર બેઠકોનો દોર ચાલશે. રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ પ્રભારીની આ પહેલી મુલાકાત છે.

ગુજરાત (Gujarat) માં તમામ પક્ષોએ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ (BJP) ના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલથી 2 દિવસના પ્રવાસે ગુજરાત આવશે. ગાંધીનગરમાં તેઓ સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરશે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત મંત્રી મંડળના સભ્યો સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક કરશે. ત્યાર બાદ પ્રદેશ કાર્યાલય કમલમ પર બેઠકોનો દોર ચાલશે. રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ પ્રભારીની આ પહેલી મુલાકાત છે.

ભુપેન્દ્ર યાદવને સફળ સંગઠનના સફળ રણનિતિકાર તરીકે જોવામાં આવે છે, 2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતા તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપના વિરોધમાં હતા. તે સમયે ભાજપ સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી, તેવા સંજોગોમાં ભુપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો. સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જીત માટે જુસ્સો ભર્યો. બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ રણનિતિને મજબુક કરી. પાટીદાર અનામત આદોલનની અસર ભાજપને કઇ રીતે ઓછી થાય તે માટે રણનિતિ ઘડી હતી. પાટીદાર આદોલનની આગેવાની કરતા અનેક નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડ્યા અને પાટીદાર સમાજના આગેવાનોને સાથે બેઠક કરી અને ભાજપને હારતા હરતા જીત તરફ વાળી લીધી હતી. 2017માં ભાજપને જીત અપવવામાં તેમની રણનિતિ કારગર નિવડી હતી.

આ પણ વાંચોઃ Surat: ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને કોર્ટે 2 વર્ષની જેલ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો

આ પણ વાંચોઃ  Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video