બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી

|

Dec 16, 2019 | 2:39 PM

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવાઈ છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાહેરાત કરી છે. મહત્વનું છે કે, SITનો રિપોર્ટ આજે સરકારને સોંપાઈ ગયો હતો. જે બાદ પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમા સરકારે સ્વીકાર્યું કે, બિનસચિવાલય વર્ગ 3ની પરીક્ષાના કેટલાક કેન્દ્ર પર ગેરરીતિઓ થઈ છે. ઉમેદવારોએ રજૂ કરેલા સીસીટીવી […]

બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદઃ જાણો નવી પરીક્ષા અંગે પ્રદિપસિંહ જાડેજા શું આપી જાણકારી

Follow us on

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવાઈ છે. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાહેરાત કરી છે. મહત્વનું છે કે, SITનો રિપોર્ટ આજે સરકારને સોંપાઈ ગયો હતો. જે બાદ પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમા સરકારે સ્વીકાર્યું કે, બિનસચિવાલય વર્ગ 3ની પરીક્ષાના કેટલાક કેન્દ્ર પર ગેરરીતિઓ થઈ છે. ઉમેદવારોએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ અને પુરાવા સાચા છે.

ગૃહપ્રધાને કહ્યું કે, વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ સોંપ્યા હતા. CCTVની તપાસમાં કેટલાક કેન્દ્ર પર મોબાઈલમાંથી પેપર લખતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ખુલાસો SITની તપાસમાં સામે આવ્યું છે. SITનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપવામાં આવ્યા બાદ સિનિયર મંત્રીઓની હાજરીમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો હતો. જે બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચવ્યું કે, વિદ્યાર્થીઓની સાથે અન્યાય થવા દઈશું નહીં. અને જો પરીક્ષામાં નાની પણ ખામી સામે આવે કે, પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવાની રહેશે. મુખ્યપ્રધાનના સૂચન બાદ પરીક્ષા રદ કરી દેવાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 આ પણ વાંચોઃ બિન-સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી, SITના રિપોર્ટ બાદ સરકારે લીધો નિર્ણય

બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા રદ

  • પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાનું SITનું તારણ
  • તપાસ માટે 10 મોબાઇલ આપવામાં આવ્યા હતા
  • ફોરેન્સિક લેબોરેટરી દ્વારા ચકાસણી કરાઈ
  • સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાઈ
  • મોબાઇલમાંથી પેપર લખતા દૃશ્યો જોવા મળ્યા
  • એકબીજાને પૂછીને પેપર લખતા દૃશ્યો જોવા મળ્યા
  • SITએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ફૂટેજની તપાસ કરી
  • ચોરી કરનારા પરીક્ષાર્થીઓને ગેરલાયક ઠેરવ્યા
  • કુલ ચાર લોકો સામે FIR કરવામાં આવી
  • તપાસમાં વધુ નામ નીકળશે તો તેમની સામે પણ ફરિયાદ થશે
  • ચોરી કરનારા વિદ્યાર્થીઓને 3 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા
  • જે કેન્દ્રમાં ચોરી થઈ છે ત્યાં ફરી કોઈ પરીક્ષા યોજાશે નહીં
  • ચોરીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર સંચાલકો સામે કાર્યવાહી
  • ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ દાખલ કરાશે
  • ક્રાઈમ બ્રાંચ તથા એટીએસની મદદ લેવાશે
  • નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
  • પરીક્ષાની લાયકાત યથાવત્ રહેશે
  • ગેરરીતિમાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં
  • પેપરને લીક કરવાના સંદર્ભમાં કોઇ પણ વ્યક્તિને છોડાશે નહીં
  • જેણે પણ આ કૃત્ય કર્યું છે તેમને સજા કરવામાં આવશે
  • તપાસ અહેવાલ તૈયાર થયા બાદ ફૂલ પ્રૂફ વ્યવસ્થા તૈયાર કરાશે
  • કોંગ્રેસે પેપરલીકનો એક પણ પુરાવો આપ્યો નથીઃ પ્રદીપસિંહ
  • કોંગ્રેસે માત્ર સીસીટીવીના ફૂટેજ આપ્યા હતાઃ પ્રદીપસિંહ
  • અમને ગુજરાતના પરીક્ષાર્થીઓની ચિંતાઃ પ્રદીપસિંહ
Next Article