VIDEO: શું સરકારની દાનત ભરતી કરવાની નથી? જાણો ક્યાં કારણે પરીક્ષા થઈ રદ

|

Oct 12, 2019 | 8:15 AM

સરકારી નોકરી મેળવવાના સપના જોતા વિદ્યાર્થીઓને ફરી એકવાર ઝટકો વાગ્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેને પગલે ઉમેદવારોમાં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. Social mediaમાં તો ઉમેદવારોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગત શુક્રવારે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. બિનસચિવાલય કલાર્ક અને […]

VIDEO: શું સરકારની દાનત ભરતી કરવાની નથી? જાણો ક્યાં કારણે પરીક્ષા થઈ રદ

Follow us on

સરકારી નોકરી મેળવવાના સપના જોતા વિદ્યાર્થીઓને ફરી એકવાર ઝટકો વાગ્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેને પગલે ઉમેદવારોમાં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. Social mediaમાં તો ઉમેદવારોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગત શુક્રવારે રાજ્ય સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે કુલ 3 હજાર 930 જગ્યાઓ ખાલી પડી હતી. જે ભરવા માટે 20 ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનારી હતી.

33 જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પણ નક્કી થઈ ગયા હતા. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરંતુ અંતિમ ઘડીએ સરકારે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા રદ કર્યાની જાણ તમામ જિલ્લાના ડીઈઓ અને નિવાસી અધિક કલેક્ટરોને કરી દેવામાં આવી છે. સાથે જ ઉમેદવારોને પણ આ અંગે સૂચના આપી દેવાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરીક્ષા રદ કરવા પાછળ વિવિધ કારણોની ચર્ચા ચાલી રહી છે. જેમાં 21 ઓક્ટોબરે યોજાનારી 6 બેઠકની પેટાચૂંટણીની વ્યવસ્થાના કારણે વ્યવસ્થાનો પ્રશ્ન, ઉમેદવારની લાયકાત ધોરણ 12થી સુધારીને ગ્રેજ્યુએટ રાખવાનું ચર્ચાઈ રહ્યું છે. તો પરીક્ષા રદ કર્યાની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયામાં પરીક્ષાનું પેપર સામગ્રી લીક થવા અંગેના મેસેજ વહેતા થયા હતા. મહત્વનું છે કે- દિવસ-રાત સરકારી પરીક્ષાની મહેનત કરતા ઉમેદવારો ખૂબજ ઉત્સાહિત હતા.

તેમને હતું કે તેમને વહેલી તકે સરકારી નોકરીની ખુશખબર સાંભળવા મળશે. પરંતુ પરીક્ષા રદ થયાના થયાના અહેવાલ સાંભળીને જ તેમના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ હતી. લોકોમાં તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે વારંવાર પરીક્ષાઓ રદ કરીને યુવાનોનું મનોબળ તોડી રહી છે. જોકે- પરીક્ષા રદ થવાનું ચોક્કસ કારણ જાણવા ન મળતા ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

ગુજરાતમાં સરકારી નોકરીમાં છબરડાની ઘટનાઓ વધી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓની એક જ અપીલ છે કે હવે જ્યારે પરીક્ષા લેવાય ત્યારે યોગ્ય સમય નક્કી કરવામાં આવે. અને તેની તારીખ બદલાય નહીં. કારણ કે આવી પરીક્ષાઓ અનેક યુવાનોનું ભાવી નક્કી કરતી હોય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article