2જી ઓક્ટોબરે તમે પણ હાથ ધોઈ નાખજો, કોરોનાથી રક્ષણ મેળવવા સર્જાઈ રહ્યા છે હાથ ધોવાનો રેકોર્ડ

|

Oct 01, 2020 | 9:47 AM

સ્વચ્છ હાથ કેટલી બીમારીઓ ને દૂર રાખી શકે છે, તે આપણે બધા જ જાણીએ છીએ. પણ આ જાણકારી હોવા છતાં આજે પણ આપણા દેશમાં હાથ ધોવાની ટેવ લોકોની “ટેવ” નથી બની. યુનિસેફ ના આંકડા પણ કહે છે કે જમતા પહેલા, રાંધતી વખતે અને કુદરતી હાજતે ગયા પછી હાથ ધોવા બાબતે લોકોમાં ખૂબ ઓછી જાગૃતિ છે. […]

2જી ઓક્ટોબરે તમે પણ હાથ ધોઈ નાખજો, કોરોનાથી રક્ષણ મેળવવા સર્જાઈ રહ્યા છે હાથ ધોવાનો રેકોર્ડ

Follow us on

સ્વચ્છ હાથ કેટલી બીમારીઓ ને દૂર રાખી શકે છે, તે આપણે બધા જ જાણીએ છીએ. પણ આ જાણકારી હોવા છતાં આજે પણ આપણા દેશમાં હાથ ધોવાની ટેવ લોકોની “ટેવ” નથી બની. યુનિસેફ ના આંકડા પણ કહે છે કે જમતા પહેલા, રાંધતી વખતે અને કુદરતી હાજતે ગયા પછી હાથ ધોવા બાબતે લોકોમાં ખૂબ ઓછી જાગૃતિ છે.

ત્યારે સુરતમાં શક્તિ ફાઉન્ડેશન અને મહિલા બાળ વિકાસ વિભાગ(ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે 2જી ઓક્ટોબર ગાંધીજયંતીના દિવસે 53,029 આંગણવાડીઓમાં 5,30,290 મહિલાઓ સાથે WHO ની ગાઈડ લાઈન મુજબ 20 સેકન્ડ સુધી સતત હાથ ધોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ત્યારે કોરોના વાયરસની ચાલી રહેલી મહામારી વચ્ચે 2જી ઓક્ટોબરે હાથ ધોઈને એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઇ રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનો હેતુ કોરોના સામે સ્વચ્છતાનો સંદેશ આપવાનો છે.

એક સાથે આટલી મહિલાઓ પોતાના અને પરિવારના સ્વાસ્થય ની કાળજી માટે આગળ આવી રહી છે. આ સાડા પાંચ લાખ મહિલાઓ બીજી 25 લાખ મહિલાઓ સુધી સ્વચ્છતા નો સંદેશ પહોંચાડશે.

આ દિવસે 2 ગિનીઝ વર્લ્ડ બનશે અને ગુજરાત સરકાર ના મહિલા બાળ વિકાસ વિભાગની અદભૂત કામગીરી પણ સુવર્ણ અક્ષરે લખાશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:44 am, Thu, 1 October 20

Next Article