Gujarati NewsGujaratBiggest temple of gujarat will be built in surendranagar announces karanataka governor vajubhai vala
સુરેન્દ્રનગરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું મંદિર, પુરીના જગન્નાથ મંદિરથી ડબલ વિસ્તારનું હશે આ મંદિર, ખર્ચ થશે આશરે રૂ.100 કરોડ
સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે. ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને […]
સુરેન્દ્રનગરના કારડિયા ગામ ખાતે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજપૂત સમાજ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે. વજુભાઈ વાળાની આ જાહેરાત પ્રમાણે રૂપિયા 100 કરોડના ખર્ચે રાજપૂત સમાજ માટે માતા ભવાનીના મંદિરનું નિર્માણ કરાશે.
ગીર સોમનાથ જિલ્લાના કારડિયા ગામ ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અહીં આવ્યા હતા. જ્યાં લોકોને સંબોધતા તેમણે આ જાહેરાત કરી. જાહેરાતમાં તેમણે કહ્યું,
“જેવી રીતે લેઉઆ પટેલ સમાજ ખોડલધામ માટે એકજૂટ થયો તે રીતે માતા ભવાનીના ધામ-મંદિર નિર્માણ માટે રાજપૂત સમાજે એક થઈ આગળ આવવું જોઈએ. હું આપણા સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આ ભવ્ય મંદિરના નિર્માણ માટે પોતાનો ફાળો આપવામાં કોઈએ પાછી પાની ન કરવી જોઈએ.”
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા વજુભાઈએ કહ્યું કે મા ભવાનીનું ભવ્ય મંદિર રૂ.100 કરોડના ખર્ચે 17 એકડની જગ્યામાં બનાવવાનું નક્કી કરાયું છે. આ મંદિર સુરેન્દ્રનગરમાં ડેમની નજીક બનશે. આ માટે જગ્યાની ફાળવણી પણ ટૂંક સમયમાં કરી દેવાશે. આ મંદિર રાજપૂત સમાજ માટે ખૂબ મહત્ત્વનું બની રહેશે. સાથે જ ભવિષ્યમાં આ મંદિર થકી વિવિધ સામાજિક, સ્વાસ્થ્યને લગતી તેમજ શિક્ષણને લગત પહેલ પણ કરાશે.