Breaking News : ગુજરાત ATSની મોટી સફળતા – અલકાયદા સાથે જોડાયેલા 4 આરોપીઓ ઝડપાયા, નકલી નોટોનો પણ ખુલાસો

Breaking News : ગુજરાત ATSની મોટી સફળતા – અલકાયદા સાથે જોડાયેલા 4 આરોપીઓ ઝડપાયા, નકલી નોટોનો પણ ખુલાસો

| Edited By: | Updated on: Jul 23, 2025 | 5:58 PM

આ આરોપીઓ સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશનો દ્વારા યુવાનોને ઉશ્કેરવાના પ્રયત્નો કરતા હતા અને આતંકવાદી વિચારોનો પ્રસાર કરતા હતા.

ગુજરાત ATSએ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ATS ને મળેલી ગુપ્ત માહિતીના આધારે છેલ્લા ઘણાં સમયથી તેની ટીમ આ લોકો પર નજર રાખી રહી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ તમામ આરોપીઓનું કનેક્શન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાની વિચારધારા સાથે છે.

આ આરોપીઓ સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ મોબાઈલ એપ્લિકેશનો દ્વારા યુવાનોને ઉશ્કેરવાના પ્રયત્નો કરતા હતા અને આતંકવાદી વિચારોનો પ્રસાર કરતા હતા. એટલું જ નહીં, ATSને નકલી ભારતીય ચલણી નોટોની ડીલિંગ કરતો એક મોટો નકલી નોટ મૉડ્યૂલ પણ મળી આવ્યો છે. સમગ્ર મામલે વધારે તપાસ ચાલી રહી છે અને આતંકવાદી નેટવર્કના અન્ય જોડાણો પણ શોધવામાં આવી રહ્યા છે.

ચાર લોકોની ધરપકડ કરી

ગુજરાત ATSની ટીમે અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એકની દિલ્હીમાંથી અને એકની નોઈડા માંથી ધરપકડ કરવામાં આવી છે.જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રુપ પર ચેટિંગ કરીને તે બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 23, 2025 05:31 PM