Big Breaking News : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, સતત બીજા દિવસે નવા 331 કોરોના કેસ નોંધાયા

Gujarat Corona case today : આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1992 દર્દીઓ સ્ટેબલ છે. આજે 376 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.

Big Breaking News : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, સતત બીજા દિવસે નવા 331 કોરોના કેસ નોંધાયા
Corona Case
Follow Us:
| Updated on: Apr 21, 2023 | 7:39 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 21 એપ્રિલના રોજ ગુજરાતમાં નવા 331 કોરોનો કેસ નોંધાયા છે. આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.  ગઈ કાલે 20 એપ્રિલના દિવસે પણ ગુજરાતમાં 331 કોરોના કેસ નોંધાયા હતા. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1992 દર્દીઓ સ્ટેબલ છે. આજે 376 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.

આજે અમદાવાદમાં 98, સુરતમાં 28, વડોદરામાં 28, મહેસાણામાં 29, સુરત જિલ્લામાં 24, પાટણમાં 20, વડોદરા જિલ્લામાં 12, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, ભરુચમાં 8, મોરબીમાં 7, ગીર સોમનાથમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગર જિલ્લામાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4, રાજકોટમાં 4, અમદાવાદ જિલ્લામાં 2, ખેડામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, પંચમહાલમાં 2, રાજકોટ જિલ્લામાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 98.99 ટકા થયો છે. ગઈકાલ સુધી ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2000ને પાર હતો. આજે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપી સૂચના

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.

આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં positivity દર 10% છે) કરતાં વધુ), કેરળ (14 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ), કર્ણાટક હરિયાણા (12 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ) અને દિલ્હી 11 જિલ્લામાં પોઝિટિવિટિ દર 10% કરતાં વધુ) સામેલ છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">