માત્ર 3 કલાકમાં જ ભૂપેન્દ્રસિંહે ફેરવી તોળ્યુ, GTU સહીતની પરીક્ષાઓ મોકુફ, કેબિનેટની બેઠકના નિર્ણયને કેન્દ્રના શિક્ષણ સચિવે રદ કરવા કહ્યુ

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બપોરના 1 વાગ્યાની આસપાસ, જીટીયુની(GTU) પરીક્ષાઓ આવતીકાલથી લેવાની જોરશોરથી જાહેરાત કર્યાના માત્ર ત્રણ જ કલાકમાં ફેરવી તોળતા કહ્યું કે આવતીકાલથી લેવાનાર જીટીયુની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. પરીક્ષા મોકુફ રાખવા માટેના કારણો આપતા શિક્ષણપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવે પરિક્ષા મોકુફ રાખવાનો આદેશ આપ્યો છે. જેના પગલે, […]

માત્ર 3 કલાકમાં જ ભૂપેન્દ્રસિંહે ફેરવી તોળ્યુ, GTU સહીતની પરીક્ષાઓ મોકુફ, કેબિનેટની બેઠકના નિર્ણયને કેન્દ્રના શિક્ષણ સચિવે રદ કરવા કહ્યુ
Bhupendrasinh announcing postponement of exams including GTU
Follow Us:
| Updated on: Jul 01, 2020 | 12:03 PM

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બપોરના 1 વાગ્યાની આસપાસ, જીટીયુની(GTU) પરીક્ષાઓ આવતીકાલથી લેવાની જોરશોરથી જાહેરાત કર્યાના માત્ર ત્રણ જ કલાકમાં ફેરવી તોળતા કહ્યું કે આવતીકાલથી લેવાનાર જીટીયુની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. પરીક્ષા મોકુફ રાખવા માટેના કારણો આપતા શિક્ષણપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સચિવે પરિક્ષા મોકુફ રાખવાનો આદેશ આપ્યો છે. જેના પગલે, આવતીકાલથી શરુ થનારી જીટીયુ  પરિક્ષા મોકુફ રાખવામાં આવી છે. જીટીયુ સહીત વિવિધ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના છેલ્લા વર્ષની પરિક્ષા યોજવા માટે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો હતો. રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કર્યાના માત્ર ત્રણ જ કલાકમાં કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના પરિક્ષા લેવાના નિર્ણયને તાત્કાલિક અસરથી ફેરવી તોળવા આદેશ આપ્યો. જેના પગલે, ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવતીકાલથી શરુ થનારી જીટીયુની પરીક્ષા હાલ પુરતી રદ કરવાની ફરીથી જાહેરાત કરી. અને તેના માટે કેન્દ્ર સરકારના આદેશને પગલે પરિક્ષા મોકુફ રાખવાની વાત ઉચ્ચારી. જો કે શિક્ષણક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે જ્યારે રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં કોઈ નિર્ણય લેવાતો હોય તો તેની લાભાલાભની ચર્ચા કરવામાં આવતી હોય છે. કોરોનાને લઈને જો પરિક્ષા મોકૂફ રાખવાની વાત થઈ હોય તો કોરોનાને લગતી કેન્દ્રના ગૃહ વિભાગની સ્પષ્ટ ગાઈડલાઈન છે જ. આ ગાઈડ લાઈનને અવગણીને પરિક્ષા લેવાનો નિર્ણય કોણે ? કોના કહેવાથી લેવાયો ? તે જાહેર કરવું જોઈએ. શુ મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવે આ મુદ્દે કોઈ વાંધા વિરોધ કે સુચનો કર્યા હતા કે કેમ ? પરિક્ષા મોકુફ રાખવા અંગે શુ કહ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જુઓ વિડીયો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">