AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહુવા તાલુકાના તલગાજરડા ગામના રસ્તાઓ છેલ્લા 20 વર્ષથી બિસમાર છતા તંત્ર ઘોર નિંદ્રામાં – Video

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું તલગાજરડા ગામ છેલ્લા 20 થી 25 વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગામના અનેક માર્ગો, ખાસ કરીને મુખ્ય માર્ગો, એટલા ખરાબ છે કે તેમને રસ્તો કહેવો પણ મુશ્કેલ છે. આ માર્ગો પર દૂષિત પાણી ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ માટે પગપાળા ચાલવું પણ કઠિન બને છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2026 | 8:05 PM
Share

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ પ્રસિદ્ધ રામકથા કાર મોરારીબાપુનું ગામ છે. તલગાજરડા મોરારીબાપુના નામથી ઓળખાય છે. પરંતુ આ ગામમાં છેલ્લા 20- 25 વર્ષથી રસ્તાઓ બિસમાર છે, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા છે અને ખાડામાં પાણી ભરાયેલા છે. આવા માર્ગો પરથી ગ્રામજનો ચાલવા માટે લાચાર છે. કેટલાંક માર્ગો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે,પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સૌથી ગંભીર સ્થિતિ ત્યારે સર્જાય છે, જ્યારે ગામના માર્ગો પર દૂષિત પાણી ભરાઈ જાય છે. ગ્રામજનોને આ પાણીમાંથી વાહન લઈને અથવા પગપાળા પસાર થવાની ફરજ પડે છે.

રસ્તા પર દૂષિત પાણી ભરાવાને કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકોને આ પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે રોગચાળાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, તલગાજરડા ગામની સમસ્યાઓને લઈને તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને ઉપલા અધિકારીઓ સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સમસ્યાઓનું કાયમી નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં રોષ છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા વાહનો પસાર થવાના કારણે સમસ્યા સર્જાય છે અને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે તાત્કાલિક પ્રયાસો બાદ કાયમી ઉકેલ ક્યારે આવશે? અને ગ્રામજનોને કાદવ તથા દૂષિત પાણીમાંથી પસાર થવાની લાચારીમાંથી ક્યારે મુક્તિ મળશે?

તલગાજરડા ગામમાં મોરારીબાપુનો આશ્રમ આવેલો છે. અહીં માત્ર ભાવનગર કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભાવિકો આવતા હોય છે. પરંતુ ગામના રસ્તાઓ અને પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકો ઉપરાંત અહીં આવતા મુલાકાતીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક તરફ તલગાજરડા આધ્યાત્મિક ઓળખ ધરાવતું ગામ છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનોને રજૂઆતો કરવી પડે છે. વારંવાર ડબલ એન્જિન સરકારના વિકાસના મસમોટા દાવા કરવા પડે છે પરંતુ રોડ,રસ્તા, ગટર, પાણીની સામાન્ય કહી શકાય તેવી સુવિધા આપવામાં પણ તંત્ર નાકામ સાબિત થયુ છે. ત્યારે શું ડબલ એન્જિન અને શું વિકાસ?

Input Credit- Sanjay Vala- Bhavnagar

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
g clip-path="url(#clip0_868_265)">