TV9 Impact : વીડિયો વાયરલ થયા બાદ વૈભવ જોષી પર કાર્યવાહી, જિલ્લા બુથ મેનેજમેન્ટ સેલના મુખ્ય સંયોજક પદેથી કરાયા સસપેન્ડ

|

Jul 25, 2022 | 12:34 PM

ભાવનગર (Bhavnagar) જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગળિયાએ પ્રદેશના સૂચન બાદ વૈભવ જોષીને સંયોજક પદ પરથી હટાવવામાં આવ્યા છે.

TV9 Impact : વીડિયો વાયરલ થયા બાદ વૈભવ જોષી પર કાર્યવાહી, જિલ્લા બુથ મેનેજમેન્ટ સેલના મુખ્ય સંયોજક પદેથી કરાયા સસપેન્ડ
Vaibhav Joshi (File Photo)

Follow us on

ભાવનગર (bhavnagar) જિલ્લા બુથ મેનેજમેન્ટ સેલના મુખ્ય સંયોજક પદેથી વૈભવ જોષીને (Vaibhav Joshi)  સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વૈભવ જોષીને ભાજપના (BJP) પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગળિયાએ પ્રદેશના સૂચન બાદ વૈભવ જોષીને સંયોજક પદ પરથી હટાવવામાં આવ્યા છે. વૈભવ જોષીનો બિન સચિવાલય પરીક્ષામાં (binsachivalay Exam) ગેરરીતિ કરી હોવાનો વીડિયો વાયરલ (Viral) થતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગેનો અહેવાલ TV9 પર સૌથી પહેલા પ્રસારિત કરાયો હતો.જે અહેવાલના પડઘા પડ્યા છે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

બિનસચિવાલયની પરીક્ષાનો વિવાદ ફરી ચર્ચામાં

જો કે આ પહેલા ભાજપના કાર્યકર વૈભવ જોષીએ (BJP Worker Vaibhav joshi) બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો (Candidates) પાસેથી રૂપિયા લીધા હોવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. એટલું જ નહીં વૈભવ જોષીએ દાવો કર્યો છે કે, તેના વીડિયો સાથે છેડછાડ કરાઈ છે જેના માટે તે જવાબદારો સામે બદનક્ષીનો દાવો કરશે. મહત્વનું છે કે, વાયરલ વીડિયોમાં વૈભવ જોષી જોવા મળી રહ્યા હતા. અને બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો પાસેથી 50-50 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાની વાત કરે છે. સાથે જ કુલ 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે.

Next Article