કથાકાર મોરારીબાપુનું સરકારને સૂચન, ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નનું સન્માન આપે

|

May 04, 2022 | 4:01 PM

કથાકાર મોરારી બાપુ (Moraribapu) એ ભાવનગર (Bhavnagar) ના મહારાજાને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) આપવા સુચન કર્યું છે. બાપુએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ છે તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના ગામનાં […]

કથાકાર મોરારીબાપુનું સરકારને સૂચન,  ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નનું સન્માન આપે
Moraribapu suggestion to government to posthumously honor Bharat Ratna to Rajvaji Krishnakumar Singhji of Bhavnagar

Follow us on

કથાકાર મોરારી બાપુ (Moraribapu) એ ભાવનગર (Bhavnagar) ના મહારાજાને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) આપવા સુચન કર્યું છે. બાપુએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ છે તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું નમ્ર સુચન છે.

ભાવનગરની ઓળખનો પર્યાય એટલે રાજવી કૃષ્ણકુમારસિંહ ગોહીલ. એક એવું રજવાડું,એક એવા રાજા, જેની ખમીરી અને ઉદારીના ઉદાહરણ આજે પણ ખંતથી ગવાય છે. ગોહીલાવડની દિલદારીથી સમગ્ર દેશ પરિચીત છે. ત્યારે કથાકાર મોરારી બાપુએ ભાવનગરના રાજાના કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માગ કરી છે. ન માત્ર ભારત રત્ન પણ મહારાજાના નામથી ભાવનગર એરપોર્ટનું નામકરણ કરવાની પણ માગ કરી છે. મોરારી બાપુની માગ બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કાર્યો, બલિદાન અને દીલદારીને સમજવાનો પ્રયાસ કરીએ.

‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર કર્યું સાકાર

મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અખંડ ભારતના નિર્માણમાં રજવાડાની આહૂતિ

અખંડ ભારતના નિર્માણ માટે રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપી રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કર્યું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંતના પ્રથમ ગર્વનર બન્યા હતા. માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી.

1965માં દેવલોક પામ્યા હતા પ્રજાવત્સલ રાજવી
પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી બીજી એપ્રિલ વર્ષ 1965માં દેવલોક પામ્યા હતા. જો કે, તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે. અને કદાચ એટલા માટે જ રાજાના નામને સન્માન મળે તેવી માગ પ્રજા કરી રહી છે.

મહારાજાને મળ્યા હતા અનેક સન્માન-ખિતાબ

  1. કીંગ જ્યોર્જ ચાર રજત જયંતી ચંદ્રક
  2. કીંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક
  3. ક્નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા
  4. યુધ્ધ-રક્ષણ માટેનો ચંદ્રક
  5. ભારતની આઝાદી માટેનું ચંદ્રક
  6. હીઝ હાઈનેસ મહારાજા રાઓલ
  7. લેફ્ટનંટ હીઝ હાઈનેસ
  8. કેપ્ટન હીઝ હાઈનેસ
  9. લેફ્ટનંટ કર્નલ હીઝ હાઈનેસ
  10. કર્નલ હીઝ હાઈનેસ
  11. કમાન્ડર હીઝ હાઈનેસ

Published On - 4:01 pm, Wed, 4 May 22

Next Article