ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને ઉતારી મેદાને, વોર્ડ નંબર 11માં આર્ચી કુકડિયા ને મેન્ડેટ

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય આર્ચી કુકડિયાને ટિકિટ આપી યુવા ભાગીદારી પર ભાર મુક્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આર્ચી કુકડિયા વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસની ઉમેદવાર છે.

| Edited By: | Updated on: Apr 14, 2026 | 3:18 PM

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હાલ ટિકિટની વહેંચણી કરી દેવાઈ છે અને તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ પણ ભરી દીધા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોમાં ઉમેદવારોની પસંદગીમાં પરિવર્તનનો ફુંકાયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. આ ચૂંટણીમાં જુના જોગીઓને બહુ ઓછા રિપીટ કરવામાં આવ્યા છે અને નવા યુવા ચહેરા પર વધુ પસંદગી ઢોળવામાં આવી છે. આવુ જ કંઈક ચિત્ર ભાવનગરમાં પણ જોવા મળ્યુ. ભાવનગર શહેરમાં એક નામ ઘણુ ચર્ચામાં છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 22 વર્ષની ઉંમરની કોલેજની વિદ્યાર્થિનીને કોંગ્રેસે ચૂંટણી મેદાને ઉતારી છે.

કોલેજ ગર્લ આર્ચી કુકડિયાને વોર્ડ નંબર 11માંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ દ્વારા સૌથી નાની ઉમરની દીકરીને ટિકિટ આપતા રાજકીય સમીકરણો પણ બદલાઈ શકે છે. પટેલ સમાજમાંથી આવતી 22 વર્ષીય વિદ્યાર્થિની આર્ચી લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ સમજે છે, ચૂંટણી પ્રચાર કરે છે અને રાત્રે તેનો અભ્યાસ પૂર્ણ કરે છે. હાલ તે અભ્યાસ અને રાજનીતિ બંને વચ્ચે સંતુલન જાળવી રહી છે.

આર્ચી જણાવે છે કે યુવાનોએ રાજકારણમાં આગળ આવવુ જોઈએ, કારણ કે બદલાવ લાવવા માટે યુવા વિચારધારા જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર યુવા ભાગીદારી પર ભાર મુકી ચુક્યા છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપે પણ એક વિદ્યાર્થિનીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે. અમરેલીના બગસરાથી ભાજપે 21 વર્ષિય વિશ્વા નકુમને ટિકિટ આપી છે. નગરપાલિકા વોર્ડ નં-2માંથી વિશ્વા નકુમ ભાજપની ઉમેદવાર છે. વિશ્વા નકુમ B.SC નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનુ કહેવુ છે કે જો તે ચૂંટાઈને આવશે તો લોકસેવાના કાર્યો કરશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

 

વડોદરામાં MS યુનિવર્સિટીમાં ધકધક સોંગ પર ડાન્સ કરનાર યુવતીએ રડતા રડતા ઠાલવી વેદના-Video

Published On - 3:18 pm, Tue, 14 April 26

Follow Us